Dr Anurath Plasma Doner 2

ડોકટરોને દર્દીઓની સારવારમાં સેતુરૂપ બનતુ પ્લાઝ્મા

Dr Anurath Plasma Doner 2

કોરોનાના દર્દીઓની સારવારાર્થે ડોકટરોને પ્રેરકબળ પુરૂં પાડતા પ્લાઝ્મા ડોનર ડો. અનુરથ સાવલીયા

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૧૧ ઓક્ટોબર: હાલની કોરોના મહામારીમાં દર્દીઓની સારવારમાં ડોક્ટર અને તેમની ટીમ જીવ જોખમમાં મૂકી દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તે માટે સતત પ્રયત્નશીલ છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાના દર્દીના શરીરમાં પ્લાઝ્મા રૂપી એન્ટી બોડી જાય તો દર્દીની રોગપ્રતિકારક શક્તિ બેવડાઈ જાય છે અને તેમનું શરીર કોરોના વાયરસ સામે શક્તિરૂપે જબરદસ્ત ફાઇટ આપી શકતુ હોવાનું પેથોલોજી લેબના ડો. બિપિન કાસુન્દ્રા જણાવે છે.

રાજકોટની પ્લાઝ્મા બેન્ક ખાતે અનેક ડોક્ટર્સ તેમજ અન્ય લોકોએ પ્લાઝ્મા દાન કરી કેટલાય દર્દીઓને નવજીવન આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આવા જ એક પ્રેરકબળ પૂરું પાડતા  પ્લાઝ્મા ડોનર આંખના સર્જન ડો. અનુરથ સાવલીયા કહે છે કે એક ડોક્ટર તરીકે પ્લાઝ્મા આપી હું મારા જ ડોક્ટર ભાઈઓને સાથ આપી રહ્યો છું. કોરોનાના દર્દીઓની અને ખાસ કરીને જેઓ ગંભીર અને મોટી વયના હોઈ તેમને સારવાર સાથોસાથ મારા જેવા લોકોનું પ્લાઝ્મા આપી સારવાર મળતા દર્દીઓ જલ્દી સ્વસ્થ થશે. આપણે પ્લાઝ્મા દાન કરી સમાજમાં હકારાત્મક વિચાર આગળ વધારવાનો છે.

Dr Anurath Plasma Doner edited

હું જ્યાં પ્લાઝ્મા દાન કરી રહ્યો છું તે મારી માતૃ સંસ્થા છે. મારી ધર્મપત્ની પણ આજ સંસ્થામાં મેડિકલ કોલેજમાં એનેટોમી વિભાગમાં પ્રોફેસર અને ડોક્ટર તરીકે સેવારત છે. હાલમાં જ મારા સાસુજીનું અવસાન થયુ હોવા છતા મારા ધર્મપત્ની ડો. પ્રવિણા કોરોના વોરિયર્સ તરીકે પુનઃ કોરોનાના દર્દીઓની સારવારાર્થે ફરજ પર લાગી ગયા છે. અમે બંને રાજકોટની મેડિકલ કોલેજ કે જે અમારી માતૃ સંસ્થા છે તેનું ઋણ ચુકવવા શક્ય તમામ મદદ કરીશું. ડો. સાવલિયા ખાસ અપીલ કરતા કહે છે કે લોકોએ નિર્ભીક બની પ્લાઝ્મા દાન કરવા આગળ આવવું જોઈએ.

આજ સુધીમાં અનેક લોકો કોરોનાની સારવાર લઈ સ્વસ્થ થયા છે. તેમના શરીરમાં ૨૮ દિવસ બાદ એન્ટી બોડીઝ તૈયાર થતા હોઈ છે જે કોરોનાના દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે ત્યારે વાઇરસ સામે રોગપ્રતિકાર કરી જલ્દી સ્વસ્થ થાય છે તેમજ વાઇરસ અન્ય કોઈ ગંભીર નુકસાની કરી શકતો નથી. આ બાબત ડોક્ટર્સ થી વિશેષ કોણ સમજી શકે ? માટે જ પ્લાઝ્માનું દાન કરવામાં ડોક્ટર્સ હંમેશા અગ્રેસર હોઈ છે.

*********

Reporter Banner FINAL 1
loading…