03 special Trains: અમદાવાદ થી પસાર થતી 03 સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં થયો વધારો

03 special Trains: ટ્રેનનંબર 09453, 09501 અને 09521 બુકિંગ 05 જૂન 2021 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ શરૂ કરવામાં આવશે.

03 special Trains: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ, રાજકોટ-સમસ્તીપુર સ્પેશિયલ અને ઓખા-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન સેવાના એક એક ફેરા વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે મેનેજર દીપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Whatsapp Join Banner Guj

1.  ટ્રેનનં.09453/09354 અમદાવાદ- સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે

09453 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન ના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે તે 06 જૂન, 2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, 09454 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનો ના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 09 જૂન, 2021ના રોજ પણ ચાલશે.

2.  ટ્રેનનં.09501/09502 ઓખા- ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે

09501 ઓખા-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન ના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે તે 11 જૂન, 2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, 09502 ગુવાહાટી-ઓખા સ્પેશિયલ ટ્રેન ના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 14 જૂન, 2021ના રોજ પણ ચાલશે.

3.  ટ્રેનનં.09521/09522 રાજકોટ- સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ફેર સાથે

09521 રાજકોટ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન ના ફેરા વીસ્તૃત કરવામાં આવ્યા છે અને હવે તે 09 જૂન, 2021ના રોજ પણ ચાલશે. તેવી જ રીતે, 09522 સમસ્તીપુર-રાજકોટ સ્પેશિયલને ટ્રેન ના ફેરામાં વધારો કરવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 12 જૂન, 2021ના રોજ પણ ચાલશે.

આ પણ વાંચો…CM રૂપાણીનો નિર્ણય: રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય(Love jehad) સુધારા અધિનિયમ-ર૦ર૧નો આ તારીખથી રાજ્યમાં અમલ કરાશે

03 special Trains: ટ્રેનનંબર 09453, 09501 અને 09521 બુકિંગ 05 જૂન 2021 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ શરૂ કરવામાં આવશે.

મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસોની વિગતવાર માહિતી માટે  www.enquiry.indianrail.gov.in મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપી નું પાલન કરવા વિનંતી કરી છે.