અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૩૬ જેટલા સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર, ૦૭ મે ૨૦૨૦ કોરોના દર્દીઓની સારવારમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ▪1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એક માસમાં 65000 PPE કીટ વપરાઇ : 6.5 લાખ N-95 માસ્ક અને 1.25 લાખ હાથમોજા વપરાયા … Read More

લોકડાઉનના સમયમાં મનરેગાના કામો શરૂ થતાં દેશના 13.62 કરોડ શ્રમિકોને રાહત

મૂશ્કેલ સમયમાં દૈનિક ભથ્થું 182 રૂપિયાથી વધારીને 202 કરાતા શ્રમિકો ખૂશખૂશાલ જામનગરમાં સોશ્યલ ડિસટન્સીંગ, સ્વચ્છતાના નિયમોના પાલન સાથે સુજલામ સુફલામ યોજના હેઠળ કામોનો આરંભ 07 MAY 2020 by PIB Ahmedabad … Read More

બજારો માં હજારોની ભીડ જામીને રોડ પર ટ્રાફિક જામ થયો જેનાથી નવા હજારો કેસ વધી જવાની સંભાવના વધી છે: વિનોદ પંડ્યા

એ એમ સી કમિશ્નર અમદાવાદ.હેલ્થ વિભાગ..ગુજરાત રાજ્ય ગાંધીનગર.તા.06/05/2020 વિષય – આજના આપના આપ ખુદી નિર્ણય બાબતે જાહેર હિતમાં ફરિયાદ અમદાવાદની જનતાનું હિત સુવિધા સમજદાર ઉત્તમ કમિશ્નર વિજય નેહરાને છોડી બીજા … Read More

ભાવનગર જિલા સહિત ગુજરાતભરમાં ગરીબ લાભાર્થીઓ અન્ન યોજનાના લાભ મેળવી ખૂશ

લોકડાઉન દરમ્યાન દેશભરના 39.27 કરોડ ગરીબ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજનો લાભ મળ્યો અન્ન યોજના હેઠળ દાળ અને કઠોળનો 109,227.85 મેટ્રિક ટન દાળ અને કઠોળ વિતરણ માટે રાજ્ય સરકારોને અપાયો 06 MAY … Read More

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વનો નિર્ણય▪રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો:અંદાજે રૂપિયા ૩૧૦ કરોડની રાહત ગ્રાહકોને થશે: ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ … Read More

વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે ભારત સરકાર સુવિધા શરૂ કરશે

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે by PIB Ahmedabad ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા શરૂ  કરશે. તેમની મુસાફરીની વ્યવસ્થા વિમાન અથવા નૌસેનાના જહાજ દ્વારા કરવામાં આવશે. આ સંબંધે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયુક્તો દ્વારા ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ સુવિધા મેળવવા માટે મુસાફરોએ ચાર્જ ચુકવવાનો રહેશે. હવાઇ મુસાફરી માટે નોન-શિડ્યૂલ્ડ વ્યાપારિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ મુસાફરીની શરૂઆત 7 મેથી તબક્કાવાર કરવામાં આવશે. ફ્લાઇટમાં આવતા પહેલા તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે. જેમનામાં લક્ષણો ન દેખાતા હોય, માત્ર તેવા જ લોકોને મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. મુસાફરી દરમિયાન, આ તમામ મુસાફરોએ આરોગ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલ સહિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી, તમામે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં નોંધણી કરાવવાની રહેશે. દરેકની તબીબી તપાસ કરવામાં આવશે. તમામ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તેમને 14 દિવસ સુધી હોસ્પિટલમાં અથવા સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સુવિધામાં રાખવામાં આવશે જ્યાં તેમણે આ માટે સંબંધિત રાજ્ય સરકારને ચાર્જ ચુકવવાનો રહેશે. 14 દિવસ પછી તેમનું કોવિડ પરીક્ષણ કરવામાં આવશે અને આરોગ્ય પ્રોટોકોલ અનુસાર ત્યારપછીની કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય ટૂંક સમયમાં આ સંબંધે તેમની વેબસાઇટ મારફતે વિગતવાર માહિતી પૂરી પાડશે. રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ વિદેશથી પરત ફરી રહેલા ભારતીયો માટે તેમના રાજ્યોમાં પરીક્ષણ, ક્વૉરેન્ટાઇન અને તે પછીની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા કરી રાખે.

કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન જન ઔષધી કેન્દ્રો પર એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્નઓવર સાથે વિક્રમી વેચાણ

નવી દિલ્હી, પી આઈ વી કોવિડ19ના કારણે લાગુ કરવામાં આવેલા  લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો –PMBJAKએ એપ્રિલ 2020માં રૂ52 કરોડના ટર્ન ઓવર સાથે વિક્રમી વેચાણ  કર્યું છે જ્યારે માર્ચ 2020માં રૂપિયા 42 કરોડનું  વેચાણ થયું હતું. એપ્રિલ 2019માં જન ઔષધી  કેન્દ્રો પર રૂ. 17 કરોડનું વેચાણ થયું હતું. અત્યારે આખો દેશ કોવિડ19 મહામારીના કારણે  ઉભા થયેલા વિરાટ પડકારનો સામનો કરી રહ્યો  હોવાથી, દવાઓ અને તબીબી ઉપકરણોની માંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને આ માંગને  પૂરી કરવા માટે જન ઔષધી કેન્દ્રોએ એપ્રિલ  2020ના મહિનામાં રૂપિયા 52 કરોડની પરવડે  તેવા દરે અને ગુણવત્તાપૂર્ણ દવાઓનું લોકોમાં  વેચાણ કર્યું છે. આ કારણે દેશવાસીઓને રૂપિયા  300 કરોડની બચત થઇ છે કારણ કે, જન  ઔષધી કેન્દ્રોની દવાઓ સામાન્ય બજાર કિંમતની તુલનાએ 50 થી 90 ટકા સુધી સસ્તી હોય છે. ભારત સરકારના કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી સદાનંદ ગૌડા તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આટલા  મોટા ટર્નઓવરનો આંકડો હાંસલ કરવા બદલ  અને વિપરિત સંજોગોમાં જ્યારે દેશ જરૂરિયાતની સ્થિતિમાં આવીને ઉભો છે તેવા સમયે અવિરત  અને અથાક પરિશ્રમ કરવા બદલ જન ઔષધી  સ્ટોરના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ગૌડાએ ખાતરી આપી હતી કે, તેમનું મંત્રાલય પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના  (PMBJP) દ્વારા સમગ્ર દેશના લોકોને પરવડે તેવી કિંમતે વિના અવરોધે દવાનો જથ્થો પૂરો પાડવા  માટે પ્રતિબદ્ધ છે. કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સરકાર  PMBJP જેવી નોંધનીય યોજનાઓ દ્વારા આરોગ્ય  સંભાળ તંત્રના ચહેરામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે. આ યોજના દ્વારા 900થી વધુ જેનેરિક  દવાઓ અને 154 સર્જિકલ ઉપકરણો તેમજ  … Read More

ગ્રીન ઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 30 મુસાફરોના વહન કરવાની છૂટ અપાઈ : ટેક્સી કે કેબમાં ડ્રાઇવર + અન્ય બે લોકો મુસાફરી કરી શકશે

કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ કરાશે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર…..:: મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો ::• રેડ ઝોનમાં આવતા અમદાવાદ, સુરત, … Read More

લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49%
અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર રહી ટોચ પર

લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વે ના કુલ પાર્સલ લોડિંગ માં 49%અને આવક માં 41% યોગદાન આપીને પશ્ચિમ રેલ્વે ફરી એકવાર રહી ટોચ પર પશ્ચિમ રેલ્વે દ્વારા 7 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની વધુ … Read More

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરવા બેઠક યોજી

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કૃષિ માર્કેટિંગ, માર્કેટમાં લાવવા યોગ્ય સિલક જથ્થાનું વ્યવસ્થાપન, સંસ્થાકીય ધિરાણ સુધી ખેડૂતોની પહોંચ અને કૃષિ ક્ષેત્રે રહેલા વિવિધ પ્રતિબંધોને યોગ્ય કાયદાના પીઠબળ સાથે મુક્ત કરવા જેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્તમાન માર્કેટિંગ ઇકો- સિસ્ટમમાં વધુ વ્યૂહાત્મક મદદ કરવા અને ઝડપી કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા લાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે છૂટછાટ સાથે ધિરાણનો પ્રવાહ, પીએમ-કિસાન લાભાર્થીઓ માટે વિશેષ કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો અને ખેડૂતોને તેમની ખેત ઉપજોનું સારું વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યની અંદર અને આંતર રાજ્ય વ્યાપારની સુવિધા આપવી વગેરે કેટલાક મહત્વના ક્ષેત્રો આ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા. ઇ-કોમર્સ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્લેટફોર્મના પ્લેટફોર્મ તરીકે ઇ-નામ તૈયાર કરવું એ પણ આ બેઠકમાં ચર્ચાયેલો એક મહત્વનો મુદ્દો હતો. ખેતીની નવી રીતો તૈયાર કરવા માટે દેશમાં એકસમાન કાનૂની માળખું તૈયાર કરવાની સંભાવનાઓ ચકાસવા અંગે પણ ચર્ચા થઇ હતી કારણ કે, આમ કરવાથી કૃષિલક્ષી અર્થતંત્રમાં મૂડી અને ટેકનોલોજી બંનેની આવક વધશે. પાકમાં બાયો-ટેકનોલોજીકલ વિકાસના નફા અને નુકસાન થવા ઉત્પાદકતામાં વધારો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. જમીન ભાડાપટ્ટા અધિનિયમના મોડેલ સંબંધિત પડકારો અને નાના તેમજ સીમાંત ખેડૂતોના હિતોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા થઇ હતી. વર્તમાન સમય સાથે સુસંગત આવશ્યક કોમોડિટી અધિનિયમ બનાવવો એ કેવી રીતે હાલના સમયમાં સુસંગતત છે તેની પણ ચર્ચા થઇ હતી, જેથી પોસ્ટ-પ્રોડક્શન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણને પ્રોત્સાહન આપી શકાય અને કોમોડિટી ડેરિવેટીવ બજારો પર પણ સકારાત્મક અસર પડે. કૃષિ કોમોડિટી નિકાસને વેગ આપવા માટે બ્રાન્ડ ઇન્ડિયાનું નિર્માણ, વિશેષ કોમોડિટીને અનુલક્ષીને બોર્ડ/ કાઉન્સિલનું ગઠન અને કૃષિ ક્લસ્ટરો/ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવા અન્ય કેટલાક હસ્તક્ષેપો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ સર્વોપરી મહત્વપૂર્ણ છે કારણ કે, તેમાં આપણા ખેડૂતો માટે સંપૂર્ણ મૂલ્ય સાંકળ અનલૉક કરવાની સંભાવનાઓ છુપાયેલી છે. પ્રધાનમંત્રીએ છેવાડાની વ્યક્તિ સુધી ટેકનોલોજીનો પ્રસાર વધારવા પર અને આપણા ખેડૂતોને વૈશ્વિક મૂલ્ય સાંકળમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. કૃષિ અર્થતંત્રને ધબકતુ કરવા માટે, કૃષિ વ્યાપારમાં વધુ પારદર્શકતા લાવવા અને ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે FPOની ભૂમિકા વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એકંદરે, ખેડૂતોને સારા બજાર ભાવો મળી રહે અને તેમને પસંદગીની તકો મળે તે માટે બજારનું નિયમન કરવા માટેના પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરીને તેમાં જરૂરી ફેરફાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.