શું સતત મનમાં મુંઝવણ કે કોઇ વાતને લઇને ચિંતાનો અનુભવ રહ્યાં કરે છે? (Anxiety disorder) તો જાણો આ વિશે શું કહે છે મનોચિકિત્સક
તમને સતત ઉદ્વેગ રહે છે? તે એન્ક્ઝાયટી ડિસઑર્ડર
(Anxiety disorder) હોઇ શકે

મુશ્કેલ પરિસ્થિતિઓમાં મજબુત દિલ નો માણસ પણ મુંઝવણ, વ્યગ્રતા અને ભય અનુભવે છે. અમુક સંજોગોમાં થોડા સમય માટે આ બધું થવું સૌને માટે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને હંમેશાં ચિંતા અથવા ડરમાં રહેવાની ટેવ પડી જાય, ત્યારે આ મનોદશા આગળ જઈને એન્ક્ઝાયટી ડિસઑર્ડર (Anxiety disorder) જેવી ગંભીર સમસ્યા નું રૂપ લઇ શકે છે. જ્યારે નકારાત્મક લાગણીઑ ઉપર વ્યક્તિ નું કોઈ નિયંત્રણ ના રહે અને, તમામ પ્રયત્નો છતાં, આ લક્ષણો છ અઠવાડિયાથી વધુ સમય સુધી દેખાયા કરે તો તે એન્ક્ઝાયટી ડિસઑર્ડર દર્શાવે છે.
વાસ્તવિક કે કાલ્પનિક ઘટનાઓના ના કારણે ઉત્પન્ન ચિંતા, બેચેની, ભાવિનો ડર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે જેના લક્ષણો દરેક વ્યક્તિમાં જુદા જુદા હોય છે. આ લક્ષણો ગંભીર ન હોય તો તે સમય સાથે અદૃશ્ય થઈ જાય છે, પરંતુ કાયમી ભય અને અસ્વસ્થતા ના લક્ષણો એન્ક્ઝાયટી ડિસઑર્ડર (Anxiety disorder) ની સમસ્યા દર્શાવે છે જેની તુરંત સારવાર ના કરાય તો તે વ્યક્તિના દૈનિક રુટીન ને છિન્ન-ભિન્ન કરી નાંખે છે.

એન્ક્ઝાયટી ની ઉત્પતિ (Anxiety disorder)
ઘણા યુવાનો આ માનસિક સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે. આધુનિક જીવનશૈલીમાં વ્યસ્તતા, ઉતાવળ અને કામ ના પ્રચંડ દબાણ થી તેઓ સતત વ્યગ્ર રહે છે જેથી ચીડિયાપણું અને ઉદ્વેગ વધ્યા કરે છે . ઘણા લોકો ઍકલવાયુ જીવન જીવતા હોય છે. કોઈ ને બીજાને સાંભળવાનો સમય કે ઇચ્છા ન હોવાથી લોકો પોતાના મન ની વાતો કોઇ ને કરવા ની કોશિશ પણ નથી કરતા. સગાં – સંબંધીઓ અથવા પડોશીઓની સપોર્ટ સિસ્ટમ ના અભાવ માં સતત તનાવ, એકલતા અને ઉદાસીમાં જીવવાને કારણે લોકો તેનો શિકાર થાય છે. લાંબા સમય ના તીવ્ર સ્ટ્રેસ ને પગલે અનિદ્રા થી મગજમાં હોર્મોન્સ અસંતુલન ઉભું થવાથી એન્ક્ઝાયટી ડિસઓર્ડર (Anxiety disorder) થાય છે.
લક્ષણોના આધારે તેના મુખ્ય પ્રકારો આ મુજબ છે :
જનરલાઇઝ્ડ ઍન્ગ્ઝાયટી ડિસઓર્ડર, (Anxiety disorder) ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, સોશ્યલ ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર અને પેનિક ડિસઑર્ડર.
એન્ક્ઝાયટી નિવારણ ના ઉપાય
- નિયમિત પુરતી ઉંઘ લો જેના અભાવે મગજ સંપૂર્ણ ક્ષમતા થી કાર્ય નથી કરી શકતું. અનિદ્રા ચિંતા અને હતાશાનું જોખમ વધારે છે.
- નિયમિત કસરત, યોગ અને ધ્યાનથી મગજનો સેરેબ્રલ કોર્ટેક્સ મજબૂત થાય છે; મેમરી, એકાગ્રતા અને તર્ક ક્ષમતા વિકસે છે.
- આસ્થા અને આત્મવિશ્વાસ કેળવો જેથી દ્રઢ મનોબળ દ્વારા જીવન ની મુશ્કેલીઓનો યોગ્ય સામનો થઈ શકે
- અંતરંગ મિત્રતા અન સંબંધો કેળવો જ્યાં મનની અનુભુતિ મોકળાશ થી વ્યક્ત થઈ શકે.
- પોતાની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરીને વ્યવહારિક લક્ષ્યો અને કાર્યો નું પ્રાયોરિટી લિસ્ટ બનાવો. એક સાથે અનેક કાર્યો કરવાનું ટાળો.
- જેની ચિંતા થતી હોય તે બાબતો નો સામનો કરવાની ટેવ પાડો કારણ કે ટાળવાથી પરિસ્થિતિ વણસે છે. સમસ્યાઓ ને નાના ટુકડાઓમાં વહેંચીને હલ કરવાનો પ્રયાસ કરો.
- નિયમિત રીતે એન્ક્ઝાયટી ડાયરી જાળવો જેમાં રાત્રે સૂતા પહેલાં લખો કે તમને આજે કઈ- કઈ ચિંતા અથવા ભયથી સૌથી વધુ ત્રાસ થયો અને તેને દૂર કરવા માટે તમે શું કર્યું.
- મનને તાર્કિક રીતે સમજાવવાનો પ્રયત્ન કરો કે તમારી આશંકાઓ નિરાધાર છે.
- ચિંતા દૂર કરવા માટે જાતે જ કોઈ દવા ન લો.
- કેફીન અને આલ્કોહોલથી દૂર જ રહો કારણ કે તેનાથી થોડી વાર રાહત જણાયા બાદ એન્ક્ઝાયટી (Anxiety disorder) ઍકદમ વધે છે.
- આ પ્રયત્નો પછી પણ જો સુધારો ન થાય તો નિષ્ણાત,અનુભવી અને વિશ્વાસપાત્ર સાયકોલોજિસ્ટ નો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો…
- શું તમે ડિપ્રેશનના શિકાર છો? તો જાણો મનોચિકિત્સક શું કહે છે આ વિષય પર…
- સારા સમાચારઃ અદાર પૂનાવાલાએ ત્રીજી વેક્સીન(Vaccine) વિશે કરી જાહેરાત, જૂન 2021 સુધીમાં લોન્ચ થશે!
*જો આપને માનસિક આરોગ્ય સંબંધિત વધુ કોઇ માહિતી મેળવવી હોય અથવા ડોક્ટરનો સંપર્ક કરવો હોય તો આ લિન્ક પર ક્લિક કરો….www.itishuklapsychologist.com