પશ્ચિમ રેલ્વે દ્વારા ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Bhuj Station 1 edited

અમદાવાદ, ૦૪ નવેમ્બર: મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે ભુજથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

ટ્રેન નંબર 09456/09455 ભુજ- બાન્દ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ     ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 08 નવેમ્બર 2020 થી આગામી સૂચના સુધી ભુજથી દરરોજ 20: 15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

બદલામાં (રિટર્ન જર્ની), ટ્રેન નંબર 09455 બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી 09 નવેમ્બર 2020 ના રોજથી દરરોજ 17:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:50 વાગ્યે ભુજ પહોંચશે.

whatsapp banner 1

આ ટ્રેન ગાંધીધામ, સામખિયાળી, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ ના રિઝર્વડ કોચ રહેશે.   

 યાત્રીઓને વિનંતી છે કે ભારત સરકારે જારી કરેલા ગાઇડલાઈન્સનું પાલન કરો જેમ કે ફેસ માસ્ક ફરજિયાતપણે પહેરવું અને સોશિયલ ડીસ્ટન્સિંગ (સામાજિક અંતર)નું પાલન કરવું વગેરે ઉપરાંત નિર્ધારિત સમયના 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવું.     

ટ્રેન નંબર 09456/09455 નું બુકિંગ 06 મી નવેમ્બર, 2020 થી બધા યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ