test van

Vaccination Campaign: અમદાવાદ જિલ્લામાં કોરોના રસીકરણ વ્યાપક બન્યું

Vaccination Campaign: સાણંદ તાલુકાના તેલાવ ગામથી જિલ્લામાં રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાનની શરૂઆત

  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે મોબાઇલ લેબોરેટરી સેવા” શરૂ કરવામાં આવી

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૨૧ જૂન:
Vaccination Campaign: કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા આજથી સમગ્ર રાજ્યમાં નિ:શુલ્ક કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ કોરોના રસીકરણને વ્યાપક બનાવવા અને મહત્તમ નાગરિકોને વેક્સિનેટેડ કરવાના શુભ આશયથી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

collecotor abad

જિલ્લા કલેક્ટરસંદિપ સાગલે એ આ પ્રસંગે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર થી રક્ષણાર્થે કોરોના રસીકરણ અમોધ શસ્ત્ર છે ત્યારે આજથી શરૂ થયેલ રાજવ્યાપી રસીકરણ અભિયાન (Vaccination Campaign) નાગરિકોને કોરોના સામે સુરક્ષા કવચ પ્રદાન કરશે. જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતુ કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકો-ગ્રામજનોને સરળતાથી વેક્સિન ઉપલબ્ધ કરાવવાના શુભ આશયથી શરૂ થયેલ મહારસીકરણ અભિયાન કારગર સાબિત થશે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

Advertisement

ગ્રામ્યજનોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આજથી શરૂ કરાયેલ વોક-ઇન વેક્સિનેશન (Vaccination Campaign) એટલે કે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન મેળી રહે તે પ્રમાણેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. સાણંદ ધારાસભ્ય કનુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ દ્વારા સાણંદ તાલુકાના વરિષ્ઠ નાગરિકો માટે “મોબાઇલ લેબોરેટરી ટેસ્ટીંગ વાન” ને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદ માહિતી કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે શરૂ કરાયેલ મોબાઇલ લેબોરેટરી સેવા થકી તાલુકાના વરીષ્ઠજનોના બ્લડ રીપોર્ટ થી લઇ અન્ય પ્રકારના રીપોર્ટ્સ ઘરે બેઠા કરી શકાશે. આ મોબાઇલ વાન સેવા થકી તાલુકા સ્તરે આરોગ્ય સેવાઓમાં નવુ પીંછુ ઉમેરાયુ હોવાનું જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતુ.