ગિરનાર:પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક
જૂનાગઢ,૦૭ ઓગસ્ટ:ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક
પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા જોવા મળી
જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે જે મહાદેવજી પર પડે છે
આમ જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા અલૌકિક દ્રશ્યોથી શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી