Vijay Rupani

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડ ની બહુહેતુક ભાડભૂત યોજના

Vijay Rupani CM
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષમાં પ્રવેશ

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સફળ સાશન ના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડ ની બહુહેતુક ભાડભૂત યોજના નો નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાવ્યો હતો

શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા સાથે જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વ ના વોટર પ્રોજેક્ટ નકશે પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
તેમણે કહ્યું કે નર્મદા ના કિનારે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિત ના વિસ્તારો માં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગો ને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે

Vijay Rupani Nitin Patel 2

મુખ્યમંત્રીશ્રી એ આ યોજના ના ટેન્ડર માં ફૂલ પ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતો ની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતી
તેમણે કહ્યું કે 21 હજાર એમ. સી .એફ .ટી પાણી આ યોજના થી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે 6 લેન બ્રિજ બનતા 18 કી.મી અંતર ઘટશે એટલું જ નહિ ફીશિંગ ની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારી ને પણ વેગ મળશે તેમ પણ ભરૂચ જિલ્લા ને આ યોજના ના શુભારંભ પ્રસંગે અભિનંદન આપતા ઉમેર્યું હતું
મુખ્યમંત્રી શ્રી એ ભરૂચ વિસ્તારની પાણી ની લાંબા સમયની સમસ્યા નો સુખદ નિવેડો આ યોજના થી આવે તે માટે કલ્પસર વિભાગ સમય બદ્ધ રીતે આગળ વધીને આ યોજના વેળાએ પૂર્ણ કરશે તેવી અપેક્ષા દર્શાવી હતી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સી. એમ. પીઆરઓ