WhatsApp Image 2020 09 09 at 7.28.19 PM

ડ્રગ્સ ખરીદવા કે સમગ્લિંગ કરવાની શું છે સજા?રિયા પર શું છે આરોપ?

‌અહેવાલ: હેમાલી ભટ્ટ

સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે સંબંધિત કેસમાં ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીની NCBએ મંગળવારે ધરપકડ કરી હતી. હાલ રિયા ભાયખલા જેલમાં બંધ છે, ભાયખલા જેલ મુંબઈની એકમાત્ર મહિલા જેલ છે, જ્યાં હાઈ-પ્રોફાઈલ કેદી શીના બોરા હત્યાકાંડની આરોપી ઈન્દ્રાણી મુખર્જી અને ભીમા-કોરેગાંવ કેસમાં પકડાયેલી ઝડપાયેલી સુધા ભારદ્વાજ સહિતની મહિલા કેદીઓ પોતાની સજા કાપી રહી છે.

રિયા ચક્રવર્તી પર NCBએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ 1985નાં સેક્શન 8(c), 20(b)(ii), 22, 27A, 28, 29 હેઠળ આરોપ દાખલ કર્યા છે.જો આરોપ સાચા સાબિત થાય તો રિયાએ દસ વર્ષ માટે જેલમાં જવું પડશે.