Sushant 4 e1637044365842

સુશાંત મોત કેસ,ડ્રગ્સ કનેક્શન પર NCBની તપાસ તેજ

Sushant 4

અહેવાલ: હેમાલી ભટ્ટ

૩૧ ઓગસ્ટ:NCBની ટીમે મુંબઈના ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ બોલાવશે,ડ્રગ્સ માફિયા કે જે ખાસ કરીને બોલીવુડ સેલિબ્રિટીઝને ડ્રગ્સ સપ્લાઈ કરે છે.સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ દિલ્લીની એનસીબી ટીમ મુંબઈમાં સતત ઑપરેશન કરી રહી છે,બોલીવુડનો એક મોટો ડ્રગ્સ સપ્લાયર એનસીબીની રડાર પર છે.આ સપ્લાયર અંડરવર્લ્ડના કેટલાક લોકોના સંપર્કમાં પણ આવી ચૂક્યો છે.એનસીબીના સૂત્રોના મતે આ ડ્રગ ડીલર મુંબઈની લગભગ તમામ મોટી પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો, એનસીબીની કાર્રવાઈને લઈને ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.