Sonu sud school

શિક્ષણ ક્ષેત્રે પણ મદદ માટે સોનુ સુદ આવ્યા આગળ,ક્લિક કરી જાણો સમગ્ર વિગત

Sonu sud school

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૧ સપ્ટેમ્બર: કોરોનાકાળમાં પ્રવાસી મજૂર, બેરોજગાર માટે રોજગાર અને ગરીબોને મદદ માટે સતત ખડેપગે રહેનારા સોનુ સુદે હવે બાળકના અભ્યાસ માટે આગળ આવ્યા છે. સોનુએ એક સ્કોલરશિપ એપ સ્કોલિફાઈ એપ લોંચ કરી છે. આ એપ લોન્ચના ન્યૂઝ સોનુએ ટ્વિટર મારફતે આપ્યા છે.સોનુએ જણાવ્યુ કે એપ મારફતે યુઝર્સ સ્કોલરશિપ જીતી શકે છે, આ એપમાં 100થી વધુ અને કરોડો રૂપિયાની વેરિફાઇડ સ્કોલરશિપ છે.

સોનુ સુદે ગત અઠવાડિયે જ તેમના માતા સરોજના નામે ગરીબ બાળકો માટે સ્કોલરશીપની જાહેરાત કરી હતી.તેના માટે સોનુએ વિદ્યાર્થીઓ પાસેથી 10 દિવસમાં એન્ટ્રી પણ મગાવી હતી.અનેક કેટલીક શરતો પણ નિર્ધારિત કરવામાં આવી હતી.સોનુએ આ સ્કોલરશીપ એવા વિદ્યાર્થીઓ માટે જાહેર કરી હતી કે જેમના માતાપિતાની આવક બે લાખ રૂપિયાથી ઓછી હોય. સોનુએ દેશભરની અનેક યુનિવર્સિટીઓ સાથે ટાઈઅપ કર્યુ છે.

Sonu Sood

આ અગાઉ સોનુએ જુલાઈમાં પ્રવાસી રોજગાર એપ લોંચ કરી હતી.આ એપથી પ્રવાસીઓને નોકરી શોધવા માટે તેમજ જરૂરી જાણકારી પૂરી પાડવામાં આવી છે.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન સોનુ સુદે કોરાના સુરક્ષા કિટ,પૂર પ્રભાવિતો માટે ઘર સહિતની અનેક મદદ કરી હતી.

loading…