Rea

ડ્રગ્સ કેસમાં રિયાને બીજા દિવસે પણ રાહત નહીં,સ્પેશલ કોર્ટ 11 સપ્ટેંબરે આપશે ચુકાદો

Rea

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૦ સપ્ટેમ્બર:સુશાંતસિંહ રાજપૂત મોત કેસ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થઇ. સ્પેશલ કોર્ટ 11 સપ્ટેમ્બરે અરજી પર ચુકાદો આપશે. રિયા ચક્રવર્તીને બુધવારે NCBના લોકઅપમાંથી ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી. અભિનેત્રી જેલની બેરક નંબર 1ના લોકઅપમાં આખી રાત પસાર કરી. મંગળવારે અરેસ્ટ થયા બાદ કોર્ટે રિયાના જામીન નામંજૂર કરી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી હતી. રિયાના ભાઈ શોવિકને પણ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. તેની સાથે સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, ડ્રગ પેડલર અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રાને પણ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

loading…