JMC Fire 3

જામનગર નજીક બાયપાસ પાસે ગેસ ભરવા આવેલી એક કારમાં આગ લાગતાં દોડધામ; ફાયર બ્રિગેડે આગ બુજાવી

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગર બાયપાસ નજીક ના  એક પેટ્રોલ પમ્પ માં ગેસ ભરાવવા  માટે આવેલી મોટર કાર માં અકસ્માતે આગ લાગતાં થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી આખરે ફાયર બ્રિગેડ નો સ્ટાફ દોડી આવ્યો હતો અને  આગને કાબુમાં લીધી હતી.

 જામનગર નજીક ના મોરકંડા ગામના પાટીયા પાસે આવેલ યુનો પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ માં આજે એક મોટર કાર ગેસ રિફીલિંગ  માટે આવી હતી ત્યારે મોટર કાર માં અકસ્માતે આગ લાગી હતી.આથી મોટર કાર ઉપરાંત ગેસ રિફીલિંગ કરવાનું મશીન પણ સળગ્યું હતું પરિણામે પંપ ના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.   

loading…

   આખરે આ બનાવ વ ની જાણ થતાં ફાયર બ્રીગેડ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો .પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં કોર્ડનકરી દેવામાં આવ્યો હતો. આ પછી ફાયર શાખા ના જવાનો દ્વારા મોટર કાર અને મશીન ની આગ ને  કાબૂમાં લેવામાં આવી હતી .આગ કાબુ માં આવી જતા ત્યાં ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.