Kangana

ડ્રગ્સ કનેક્શન પર કંગનાનો દીપિકા પર શાબ્દિક પ્રહાર, બેબાક કંગનાએ શું આપ્યું નિવેદન?

Kangana


અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૨ સપ્ટેમ્બર: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ રિયા ચક્રવર્તીની ધરપકડ થતા રોજબરોજ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ડ્રગ્સ ગેંગમાં અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ આવતા કંગના રનૌતે દીપિકા પર પ્રહાર કર્યો છે.કંગનાએ કહ્યું કે- મારી વાત ફરી બોલો, ડિપ્રેશન નશીલી દવાઓનું સેવનનું પરિણામ છે. કથિત હાઈ સોસાયટીના પૈસાદાર સ્ટાર કિડ્સ, જે ક્લાસી હોવાનો દાવો કરે છે અને સારી રીતે તેમનો ઉછેર થયો હોય છે.

તેઓ પોતાના મેનેજરને પૂછે છે, ‘માલ હૈ ક્યા?’જો કે કંગનાના નિવેદન બાદ તેનો સોશલ મીડિયા પર વિરોધ થયો.જેએનયૂના વાઈસ પ્રેસિડેંટે પણ કંગનાનો વિરોધ કર્યો,આ મામલે કંગનાએ ખુલાસો કર્યો કે તે માત્ર દીપિકાને ઉદ્દેશીને વાત કરી રહી છે. ટ્વીટ પર કંગનાએ કહ્યું – મેં માત્ર દીપિકાની માનસિક બીમારીના કેસ અંગે વાત કરી હતી. જ્યારે તમે ડિપ્રેશનમાં હોવ છો તો તમારો મગજ પર કંટ્રોલ રહેતો નથી અને ડ્રગ્સ લેવા લાગો છો અને તેણે આમ જ કર્યું. મેં તે ચોક્કસ કેસની વાત કરી હતી અને તેના નામનો ઉલ્લેખ કર્યો હતો

loading…