Dipika 2

સુશાંતસિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા શાહાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૨ સપ્ટેમ્બર: સુશાંતસિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા શાહાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બોલિવુડનાં અનેક નામો હવે આ કેસ સાથે જોડાઈ રહ્યાં છે. દીપિકા પાદુકોણ તથા તેની મેનેજર કરિશ્મા પ્રકાશની વચ્ચે થયેલા ડ્રગ ચેટ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હવે કરિશ્મા અને જયાની પૂછપરછ શરૂ કરી છે.

Dipika 2

રિયા બાદ શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકર, દીપિકા પાદુકોણ, દીયા મિર્ઝા જેવી પ્રખ્યાત અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે. દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ વચ્ચે થયેલી વાતચીત સામે આવી છે. તેમાં દીપિકા માટે D અને કરિશ્મા માટે K કોડનેમ વાપરવામાં આવી રહ્યું હતું.બોલીવુડની એ લિસ્ટની અભિનેત્રીઓના નામ ડ્રગ્સની સંડોવણીમાં સામે આવતા બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે.આગામી સમયમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો આ તમામ અભિનેત્રીઓને સમન મોકલી શકે છે.

loading…