Kangana Ranaut 2

કંગનાને Y કેટેગરીની સુરક્ષા, ગૃહ મંત્રાલયે લીધો મોટો નિર્ણય

Kangana Ranaut 2

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૭ સપ્ટેમ્બર,શિવસેના સાંસદ સંજય રાઉતે તાજેતરમાં અભિનેત્રી કંગના રનૌતને મુંબઇમાં ના આવવાની ધમકી આપી હતી, આ બાદ કંગના એ 9 સપ્ટેમ્બરે મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો હતો. આ વાતને લઇને શિવસેનાએ ખુબ વિરોધ કર્યો હતો. હવે કંગનાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગનાને આ સુરક્ષા આપી. આ માટે કંગનાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો.કંગના રનૌતે ટ્વીટ કરી Y કેટેગરીની સુરક્ષા મળવાની પુષ્ટી કરી. કંગનાએ કહ્યુ કે-હવે કોઇ દેશભક્ત અવાજને કોઇ ફાસીવાદી નથી કચડી શકતો, હું અમિત શાહજીની આભારી છું.તેમને ભારતની દીકરીના વચનોનુ માન રાખ્યુ, અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી, જય હિન્દ..

Kangana Twi