પ્રધાનમંત્રીએ વારાણસીના વિવિધ NGO સાથે વાર્તાલાપ કર્યો

09 JUL 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીના એવા વિવિધ NGO સાથે વાર્તાલાપ કર્યો હતો જેમણે પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના સમયમાં અહીં રાહત કાર્યોમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ પવિત્ર અને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરનારી નગરી વારાણસીમાં કોરોના મહામારી દરમિયાન આશા અને ઉત્સાહનું કિરણ જગાવવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અહીંના લોકો કેવી રીતે સેવાભાવ સાથે અને હિંમતપૂર્વક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે તે અંગે તેઓ સતત માહિતી મેળવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચેપ નિવારણ માટે લેવામાં આવેલા વિવિધ પગલાં, વિવિધ હોસ્પિટલોની સ્થિતિ, ક્વૉરેન્ટાઇન માટેની વ્યવસ્થા અને વિસ્થાપિત શ્રમિકોના કલ્યાણ માટે કરવામાં આવેલી જોગવાઇઓ સહિત તમામ બાબતે તેઓ માહિતી મેળવી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એવી જુની માન્યતા છે કે કાશીમાં કોઇને ભુખ્યા સુવું નથી પડતું કારણ કે આ શહેર પર માતા અન્નપૂર્ણા અને બાબા વિશ્વનાથના આશીર્વાદ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા સૌના માટે આ ખૂબ જ મોટી સૌભાગ્યની વાત છે કે, આ વખતે ઇશ્વરે આપણને ગરીબોની સેવા કરવા માટે નિમિત્ત બનાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ પવિત્ર નગરીમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સ્થગિત થઇ ગઇ હોવા છતાં, વારાણસીના લોકોએ સતત ભોજન અને તબીબી પૂરવઠો પૂરો પાડીને પૂરવાર કરી બતાવ્યું છે કે, તેઓ કોરોના સામેની લડાઇમાં અને ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં કોઇનાથી પાછળ નથી. વિવિધ સરકારી અને સ્થાનિક વહીવટીતંત્રના એકમો સાથે સમન્વયમાં રહીને લોકોની સેવામાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) એ કરેલી કામગીરીની પ્રધાનમંત્રીએ ઘણી પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખૂબ જ ટુંકા સમયગાળામાં ખાદ્ય હેલ્પલાઇન અને સામુદાયિક રસોડાનું વ્યાપક નેટવર્ક તૈયાર કરવું, હેલ્પલાઇનો શરૂ કરવી, ડેટા વિજ્ઞાનની મદદ લેવી, વારાણસી સ્માર્ટ સિટીના કંટ્રોલ અને કમાન્ડ સેન્ટરનો પૂરેપૂરો ઉપયોગ કરવો આ બધુ જ બતાવે છે કે દરેક સ્તરે ગરીબોને મદદરૂપ થવા માટે આ શહેરના દરેક વ્યક્તિમાં સંપૂર્ણ સામર્થ્ય છે. જ્યારે ભોજનનું વિતરણ કરવા માટે કાર્ટ્સની અછત ઉભી થઇ ત્યારે કેવી રીતે પોસ્ટલ વિભાગે આગળ આવીને જિલ્લા વહીવટીતંત્રની મદદ કરી તેનું પણ પ્રધાનમંત્રીએ વર્ણન કર્યું હતું. સંત કબીરદાસના ઉપદેશનો ઉલ્લેખ કરતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જે સેવા કરે છે તે ક્યારેય સેવાના ફળની આશા નથી રાખતા, તેઓ સતત દિવસ અને રાત સેવા જ કરે છે! પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક નિષ્ણાતો ભારતમાં ઘણી વધુ વસ્તી અને બીજા અન્ય પડકારોને આગળ ધરીને કોરોના મહામારી સામે લડવાની ભારતની ક્ષમતાઓ સામે સવાલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકોએ એકબીજાને આપેલા સહકાર અને તેમના સખત પરિશ્રમના કારણે ઉત્તરપ્રદેશમાં 23થી 24 કરોડ લોકોમાં ચેપ ફેલાવાના ભયને ઘટાડી શકાયો છે. તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં હવે આ બીમારીના ફેલાવાની ઝડપ અંકુશમાં આવી ગઇ છે અને જેમને કોરોનાનો ચેપ લાગેલો છે તે દર્દીઓ પણ ઝડપથી સાજા થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડી રહી છે અને અંદાજે 80 કરોડ લોકોને કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે જેમાં માત્ર વિનામૂલ્યે રાશન અથવા સિલિન્ડર જ નથી આપવામાં આવતા, પરંતુ અન્ય ઘણા લાભો પણ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની સરખામણીએ બમણી વસ્તી ધરાવતું ભારત ગરીબો પાસેથી એક રૂપિયો પણ લીધા વગર તેમની સેવા કરી રહ્યું છે. હવે આ યોજના નવેમ્બર મહિનાના અંત સુધી એટલે કે દિવાળી અને છઠ પૂજા સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારાણસીમાં વિવિધ કારીગરો જેમાં ખાસ કરીને વણકરો તેમજ વેપારીઓ અને વ્યાવસાયિકોને હાલમાં જે વિવિધ પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે નિવારવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રૂપિયા 8000 કરોડના મૂલ્યની વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પરિયોજનાઓનો ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગ્લોબલ વીકના પ્રારંભિક સત્રને સંબોધન કર્યું

ભારત આંતરરાષ્ટ્રીય સુધારામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છેઃ પ્રધાનમંત્રી 09 JUL 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ઇન્ડિયા ગ્લોબલ વીકનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું … Read More

प्रधानमंत्री श्री नरेंद्र मोदी का वाराणसी की सामाजिक संस्थाओं के साथ संवाद

09 JUL 2020 by PIB Delhi हर-हर महादेव काशी के पुण्‍य धरती के आप सब पुण्‍यात्‍मा लोगन के प्रणाम हौ। सावन महीना चल रहा है। ऐसे में बाबा के चरणों … Read More

‘આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ’નો કર્યો પ્રારંભ:કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારનું ચાઇનીઝ મોબાઇલ એપ પર ડીજીટલ સ્ટ્રાઇક બાદ વધુ એક સરાહનીય પગલું, ‘આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ’નો કર્યો પ્રારંભ દેશના યુવાનોને મળ્યો છે ‘મેક ઇન ઇન્ડિયા’નો મંત્ર, ટેકનોલોજી અને … Read More

151रेलगाड़ियों को निजी संचालकों द्वारा चलाया जाएगा:रेल मंत्रालय

चयन प्रक्रिया समाप्त हो जाने के बाद, मौजूद रेलगाड़ियों के अतिरिक्त प्रस्तावित151रेलगाड़ियों को निजी संचालकों द्वाराचलाया जाएगा यह 151रेलगाड़ियाँ मौजूदा रेलगाड़ियों के अतिरिक्त होंगी प्रस्तावित रेलगाड़ियाँ उन मार्गों पर चलेंगी … Read More

कैबिनेट ने तीन सामान्य बीमा कंपनियों के लिए पूंजी उपलब्ध कराने को मंजूरी दी

कैबिनेट ने सार्वजनिक क्षेत्र की तीन सामान्य बीमा कंपनियों-ओरिएंटल इंश्योरेंस कंपनी लिमिटेड, नेशनल इंश्योरेंस कंपनी लिमिटेड और यूनाइटेड इंडिया इंश्योरेंस कंपनी लिमिटेड के लिए पूंजी उपलब्ध कराने को मंजूरी दी … Read More

कोविड-19 से ठीक होने की राष्ट्रीय दर में तेजी से सुधार जारी; 61.53% पर पहुंचा

कोविड-19 के सक्रिय मामलों की तुलना में ठीक होने वाले लगभग 2 लाख ज्यादा पिछले 24 घंटे में 2.6 लाख से ज्यादा नमूनों की जांच की गई 08 JUL 2020 … Read More

भारत के उत्तरी भागों में 9 से 12 जुलाई, 2020 के दौरान भारी बारिश होने की संभावना

08 JUL 2020 by PIB Delhi भारतीय मौसम विभाग (आईएमडी) के राष्ट्रीय मौसम पूर्वानुमान केन्द्र/ क्षेत्रीय मौसम विज्ञान केन्द्र, नई दिल्ली के अनुसार : मानसून का पश्चिमी विक्षोभ अपनी सामान्य स्थिति के … Read More

मंत्रिमंडल ने उज्‍ज्‍वला लाभार्थियों के लिए योजना’ का लाभ लेने की सीमा 1 जुलाई से तीन महीने के लिए बढ़ाने को मंजूरी दी

मंत्रिमंडल ने उज्‍ज्‍वला लाभार्थियों के लिए ‘प्रधानमंत्री गरीब कल्‍याण योजना’ का लाभ लेने की सीमा 1 जुलाई 2020 से तीन महीने के लिए बढ़ाने को मंजूरी दी 08 JUL 2020 … Read More

જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ દ્વારા નવાનીર ના વધામણાં કરાયા.

જામનગરમાં મેઘરાજા એ માત્ર 24 કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે. રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર ના વધામણાં કરવામાં … Read More