Dipika 4

NCBની પૂછપરછમાં દીપીકાનું નિવેદન, દીપિકાએ શું કર્યો ખુલાસો?

Dipika 4

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૬ સપ્ટેમ્બર: ડ્રગ્સ મામલામાં આજે દીપિકા પાદુકોણ સાથે એનસીબીએ પૂછપરછ હાથ ધરી. દીપિકા પાદુકોણને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ સામે બેસાડીને સવાલ જવાબ કરવામાં આવ્યા. જોકે માહિતી મળી રહી છે કે દીપિકાના જવાબથી એનસીબી સંતુષ્ટ નથી. એનસીબીએ સતત દીપીકા પાસેથી તમામ જાણકારી બહાર લાવવાનો પ્રયાસ કર્યો.આ સાથે જ દીપિકાએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા.માહિતી મુજબ દીપિકા પાદુકોણે એનસીબી સામે કબૂલ્યું કે જે whatsapp ચેટ ને લઈને વિવાદ છે એ તેની જ છે,તે પોતે પણ આ ચેટની એક ભાગ હતી.

આજ whatsapp ચેટમાં કરિશ્મા સાથે દીપીકા મામલામાં વાત કરી રહી હતી. એનસીબીના સૂત્રોના મતે કરિશ્મા અને દીપિકા બંને ખૂબ જ તૈયારી કરીને આવી હતી. એનસીબીએ જ્યારે કરિશ્માને સમન કરી હતી ત્યારે તેણે વકીલ મારફતે એ વાત કરી હતી કે પોતાની તબિયત ખરાબ છે, પરંતુ હકીકતમાં કરિશ્મા એ સમયે દીપિકા સાથે ગોવામાં હતી. અનેક સવાલોના જવાબમાં દીપિકાએ મૌન પણ સેવ્યું હતું.

loading…