DJMIT edited

DJMIT ઇજનેરી કૉલેજ મોગર ખાતે IAS/IPS/ GPSC ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ

WhatsApp Image 2020 09 26 at 9.54.25 PM edited
  • DJMIT ઇજનેરી કૉલેજ મોગર ખાતે IAS/IPS/ GPSC ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ
  • આણંદ – ખેડા અને વડોદરા જિલ્લાના પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો તા.૨ ઓક્ટોબરથી ઓન લાઇન અરજી કરી શકશે
  • ચરોતરના યુવાનોનું આઈ. એ.એસ.બનવાનું સપનું થશે સાકાર

વડોદરા,૨૬ સપ્ટેમ્બર: ડૉ.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મોગર (આણંદ )ખાતે ચારૂત્તર એજ્યુકેશન એન્ડ નવરચના ટ્રસ્ટ દ્વારા મધ્ય ગુજરાતમાં એક આગવી પહેલના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા IAS/ IPS /GPSC સંલગ્ન મહત્વની સરકારી નોકરીઓમાં પસંદગી માટે ટ્રેનિંગ સેંટર AIGATE ( Ais & GPsc Aptitude Training & Exam ( AIGATE ) Centre ) નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગ સેન્ટરના નિયામક અને માર્ગદર્શક તથા પૂર્વ સનદી અધિકારીશ્રી એમ. બી. પરમારે IAS / IPS / GPSC તાલીમ સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ, ફી અંગેની માહિતી આપતા જણાવ્યું કે આણંદ – ખેડા અને વડોદરા જિલ્લાના ઈચ્છુક ઉમેદવારોને કારકિર્દી ઘડતરની ઉમદા તક આ સેન્ટરમાં મળશે એવી આશા વ્યક્ત કરી હતી.

DJMIT edited

અધ્યક્ષસ્થાને થી બોલતા પૂર્વ સનદી અધિકારી ડૉ.ડી. એચ. બ્રહ્મભટે સંસ્થા સાથે સક્રિય પણે જોડાઈને જાહેર વહીવટનો વિશાળ અનુભવ ધરાવતા IAS / IPS તથા અન્ય સનદી અધિકારીઓ નવા શરૂ થયેલા AIGATE સેન્ટરને માર્ગદર્શન પુરૂ પાડશે એમ જણાવ્યું હતું.
સંસ્થાના ચેરમેનશ્રીએ AIGATE સેન્ટરમાં તાલીમ લેનાર ઉમેદવારો માટે મહત્વની યોજનાની માહિતી આપતા જણાવ્યું કે એચ એમ પટેલ એવોર્ડ અંતર્ગત AIGATE સેન્ટર માં તાલીમ લઇ IAS / IPS સર્વિસમાં પસંદગી પામેલ ઉમેદવારને રૂ.એક લાખ તથા અન્ય ઈન્કમટેક્સ , કસ્ટમ્સ જેવી કેન્દ્રીય સેવામાં પસંદગી પામનાર ને રૂ. પચાસ હજારનો એવોર્ડ આપવામાં આવશે.
તેમજ GPSC માં નાયબ કલેકટર સંવર્ગમાં પસંદગી પામનાર ઉમેદવારને રૂ. પચીસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે.

સંસ્થાની અન્ય યોજના હેઠળ શ્રી ભાઇલાલભાઈ પટેલ સ્કોલરશીપ ફોર સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન્સ અંતર્ગત AIGATE સેન્ટર દ્વારા જનરલ અને ઓબીસી કેટેગરીમાં સરકાર દ્વારા નક્કી કરેલ આવકના ધોરણો અનુસાર પસંદગી પામનાર તથા SC/ ST ના તમામ ઉમેદવારોની ફી ૨૫ ટકા સ્કોલરશીપ સ્વરૂપમાં આપવામાં આવશે.તેવી જ રીતે DJMIT કૉલેજમાં અંતિમ વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી ના ૫૦ ટકા સ્કોલરશીપ તથા DJMIT કોલેજના પાસ આઉટ વિદ્યાર્થીઓને ફીની રકમના ૨૫ ટકા સ્કોલરશીપ આપવામાં આવશે.

loading…

આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય ટ્રસ્ટીઓ આનંદભાઈ જોશી, સંજયભાઈ , એકઝીક્યુટીવ ડીરેક્ટર કે.એમ.સોલંકીએ સેન્ટરની સફળતા માટે શુભેચ્છા ઓ આપી હતી. AIGATE તાલીમસેન્ટર દ્વારા તા.૨/ ૧૦ /૨૦૨૦ ગાંધી જયંતિના દિવસથી પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓન લાઇન એપ્લિકેશન્સ મંગાવવામાં આવશે. આ તાલીમ સેન્ટરમાં તાલીમ લેવા ઈચ્છુક આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના ઉમેદવારોને સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુ માહીતી માટે DJMIT ઇજનેરી કૉલેજની વેબ સાઈટ www.djmit.ac.in ની મુલાકાત લેવી અથવા સવારે ૧૦ થી ૫ કલાક દરમ્યાન સંસ્થામાં AIGATE ટ્રેનિંગ સેન્ટરની ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે.