Screenshot 20210114 211714

મામા ભણેજના પાળીયા. – નીતિન ભટ્ટ.

સાંજ વેળાએ રાયપર ગામને સીમાડે પોતાના ઝાડ જંગલની પાંપણો ઉચકીને ઉભડક થઇ ઊઠ્યો આંખો એની પોહોળી થતી ગઇ મોમાંથી ચીસ નીકળી હૈયા ને વલોવી નાંખે એવો નિશ્વાસ સાથે એ સ્વગત કકળી પડ્યો ભારે કરી બચ્ચરો જીવ સાવ એકલો આસપાસ મા કોઈનથી કાળજગરા મિંયાણા અરે કોઈ દોડો આની સખાતે ચડો જુઓ પેલો જુવાન એની જનોઈ વિટાળે છે એની આંખોમા લા લાગી આ અજાણ્યો જણ ન કરવાનું કરી નાખવાની તૈયારી કરે છે ઇ રાજગોર નો જુવાન છે ઉતાવળ કરો એ રાયપર નો ભાણેજ છે એને કોઈ લેવા દેવા નથી તોય જીવ હોમવા હાલ્યો છે પણ કોણ વ્હારે ચડે.કોની પડતી કે રાયપરગામને સીમાડે કોડીબંધ અવળકંધા મિયાણા હથિયાર ની ધારે ફોડવા તૈયાર થયાં
સંધ્યા ઢળવામા હતી એવે ભેંકાર સમયે રાયપર ગામનાં ગૌચરમાથી પોણાહો જેટલી ગાયોનુ ધણ વાળી વીસક જેટલાં મિયાણા પર ભોમકા પર ગાયોને દોડાવી રહ્યા છે ગાયો ભાભંરડા પાડી ગામ ભણી ભાગે છે લુંટારા ઓ ઘુસટવા માંડે છે હાકલા પડકારા થી ગૌચર ભરાઈ જાય છે .બરાબર એ કપરાં ટાણે ઊંટવડનો રાજગોર જુવાન ચાલતો ચાલતો થંભી જાય છે આ ગોજારૂ દશ્ય જોઇ આખે આખો અમળાઇ ઊઠે છે રાયપર ગામ આ યુવાનનું મોસાળ છે મોસાળમાંજઇ રહ્યો છે મોસાળમાં જઇ મામીના હાથની લાબસી જમવાની હતી ભાણેજ મોસાળમાં આવ્યાં એની વધામણી દેવાની હતી ને એકા એક આ કાળજગરુ દશ્ય આંખે પડયું .ગોરદેવે ઘણાં સમજાવ્યા પણ લુંટારા માન્યા નહીં ભુદેવ ચાલ્યા જાવ મામાને ઘેર જવા નીકળ્યા છો તો જાવ નહીતર તમારી સામે બે ચાર ગાયો કાપી નાખીશ ત્યારે ભુદેવ બોલ્યા હવે મામા ને ઘેર નહીં પણ હવે જીવ દેવા નિકળ્યો છુ.લુંટારા એ ગાયો વાળી દે જીવ તારો છે અમારે શુ.વજો ગોરે આજુબાજુ જોયું પણ આત્મહત્યા થઇશકે એવું કોઈ સાધન નહી.દશેક ડગલાં દુર તાજાં કાપેલાં કેરડાના ઠુઠા ઊભાં હતાં કલમ જેવી અણીવાળા હતાં વજાએ અણીવાળુ લાકડું ભાંગ્યું ને અણી ગળા પર માંડી લૂંટારાએ મશકરી કરી પરોવી દે ગોરે પળનોય વિલંબ કર્યા વગર અણીદાર કિતો ગળામાં ધકેલ્યો કપડામાંથી સોઇ નીકળે એમ અણીદાર ખીતો વજાની શ્ર્વાસનળીને વીંધીને આરપાર નીકળી ગયું અરરર લુંટારા ના મોઢાંમાથી ત્રાસભર્યો લવો નીકળી પડયો.લુંટારા બોલ્યા એનો મામો પણ મર્દનુ ફાટયું છે ભાગોહવે ધણ છોડી ભાગ્યા.એનો વાઘ જેવો મામો હાથમાં ભાલુ ભેંટમા તલવાર ને ઘોડુ લઇ ફાટતે ડાબલે ભાણેજ વજાની વહારે આવ્યો. બાપ ભાણું ભા મારાં વિહામા મામાનો સાદ ગીરના વાસડાની જેમ ફાટ્યો મારે ને તારે છેટું પડયું પણ ભાણા તે રાયપર નું નામ ઊજાળ્યુ
ઊભો રહે હુંય આવું છું એમ કહીં પોતાની તલવાર બે હાથે બળ કરીને પેટની આરપાર ઊતારી નાંખી સુરજ ડુબ્યો ગાયો ભાભરતી હતીં અને મર્દના બે બે ફાડિયા રાયપર ગામને સીમાડે જીવતર હોમી દઇને ચીરનિદ્રામા સુઇ ગયા

*નોધ* ÷ *આજેય આ મામા* *ભાણેજ ના પાળીયા બાબરા* *તાલુકાના રાયપર ગામે પુજાઇ છે*

આ વાત નાનાભાઇ જેબલિયા એ લખી છે
પણ ત્યાંના લોકો નું કહેવુ થોડું જુદુ છે ને જુદુ માનવું છે તે ભાઈ પોતે બ્રાહ્મણ છે રાયપર ના વતની છે….. ઠીક ત્યારે મળવી……

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐………..卐…………….卐

..