Ambaji Pagpada sangh2

અંબાજી આવતા 1400 જેટલા નેંધાયેલા સંઘો ને માતાજી ની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું

WhatsApp Image 2020 08 21 at 3.35.49 PM

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી 21 ઓગસ્ટ:યાત્રાધામ અંબાજી માં ભરાતા ભાદરવી પુનમ ના મેળા ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે અને કોરોના ની મહામારી નુ સંક્રમણ વધુ ન ફેલાય તેમાંટે આ વખતે આગામી 27 મી ઓગસ્ટ થી ભરાનાર મેળો સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે એટલુજ નહી અંબાજી મંદિર પણ આગામી 24 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી બંધ્ધ રાખવા ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ વખ્તે પદયાત્રીઓ સંઘ લઈ અંબાજી વહોચી નહી શકે તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આવતા 1400 જેટલા નેંધાયૈલા સંઘો જ્યાંથી આવે છે તે ગામમાં મુખ્ય વ્યક્તિને માતાજી ની ધજા મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું છે

આજે અંબાજી મંદિર માં મંદિર ટ્રસ્ટ દ્વારા તેયાર કરાયેલી ધજા ઓનુ મંદિર સભામંડપ માં રાખી સાસ્ત્રોક્ત વીધી થી બ્રાહ્મણો દ્વારા પુજાવીધી કરવામાં આવી હતી અને તમામ સંઘો નુ સંચાલન કરતુ ભાદરવી પુનમીયા સેવાસંઘ ના અગ્રણીઓ મે ઉપસ્થીત રખાયા હતા અને આ તમામ ધજો જે સંઘો અંબાજી પગપાળા સંઘ લઈ ને આવે છે તેમના વતન પહોચાડવા ની જવાબદારી સોંપવામાં આવી છે તેમ ડે. કલેકટર અને વહીવટદાર મંદિર એસ.જે ચાવડા એ જણાવ્યુ હતુ

Ambaji Pagpada sangh

આ વખતે મેળો અને મંદિર બંધ રહેતા યાત્રીકો ને ઘરબેઠા નિહાળી શકાય તેવી વ્યવસ્થા સોશિયલ મીડીયાના માધ્યમ થકી કરાશે.અગાઉ ચૈત્રી પૂનમમાં આરતીનું જીવંત પ્રસારણ કરાયું હતું તેજ રીતે સોસીયલ મીડીયા દ્વારા ઘરે બેઠા માતાજી ના દર્શન આરતી નો લ્હાવોઆપવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે

જોકે આવખતે ઈતીહાસ માં સૌ પ્રથમ વખત 300 વર્ષ ની પદયાત્રા ની પરંપરા તુટશે પણ હાલ કોરોના ની મહામારી ના કારણે સરકાર દ્વારા લેવાયેલા પગલાને સંઘવી પ્રમુખ, ભાદરવી પુનમીયા સેવા સંઘ નવનીતભાઈ પટેલ ઓ એ પણ આવકાર્યો હતો ને આવતા વર્ષે મેળો ફરી રંગેચંગે ભરાય તેવી પ્રાર્થના કરી હતી