Vaccination

Youth vaccination: યુવાઓના રસીકરણને લઇને સીએમ રુપાણી આપી મહત્વની જાણકારી, જુઓ આ વીડિયો નહીં તો થશે ધરમ ધક્કો

https://youtu.be/BI8F7u4GZaM

Youth vaccination: ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ : વિજયભાઇ રૂપાણી

  • જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે વેક્સિન
  • cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેક્સિન અપાશે : સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૩૦ એપ્રિલ: Youth vaccination: ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧લી મેથી રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન (Youth vaccination) શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે સાંજ સુધીમાં ૩ લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર (Youth vaccination) વિનામૂલ્યે વેક્સિન આપશે.

Whatsapp Join Banner Guj

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના ૧૧ લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

સમગ્ર દેશમાં આવતીકાલથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેક્સિનેશનનો (Youth vaccination) ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

મુખ્યમંત્રીની આ જાહેરાત વેળાએ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને નેશનલ હેલ્થ મિશન, ગુજરાતના મિશન ડાયરેક્ટર અને સ્ટેટ નોડલ ઓફિસર ફોર કોવિડ વેક્સિનેશન મુકેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…મહારાષ્ટ્ર સરકારે કર્યો લોકડાઉન લંબાવવાનો મહત્વનો નિર્ણય, break the chainનું અભિયાન ચલાવી રહી છે ઠાકરે સરકાર

ADVT Dental Titanium