parcel

પશ્ચિમ રેલ્વેની 408 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 79 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

Combo parcel 2

કોરોના રોગચાળાને કારણે આંશિક લોકડાઉનનાં હાલનાં વિપરીત સંજોગો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની પાર્સલ વિશેષ ટ્રેનો અને ગુડઝ ટ્રેનો દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓની સતત સપ્લાયની ખાતરી આપી રહી છે. આ વિશેષ ટ્રેનોના માધ્યમ દ્વારા દેશના વિવિધ ભાગોમાં દૂધ, દવાઓ અને અન્ય આવશ્યક ઉત્પાદનો સિવાય નાના પાર્સલના કદમાં તબીબી ઉપકરણો, અનાજ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ વગેરેની પરિવહન કરવાની જવાબદારી પણ પશ્ચિમ રેલ્વે દ્વારા ખૂબ સારી રીતે સંભાળવામાં આવી રહી છે. કારણકે તે હંમેશાં તેના ગ્રાહકોની જરૂરિયાતોની શ્રેષ્ઠ શક્ય પરિપૂર્ણતા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમુજબ 23 માર્ચથી 18 જુલાઇ, 2020 સુધી દરમિયાન કોરોના રોગચાળાની ખરાબ અસરો હોવા છતાં. 4૦8 પાર્સલ વિશેષ ટ્રેનોના માધ્યમથી પશ્ચિમ રેલ્વે દ્વારા 79 હજાર ટનથી વધુ વજનની ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું. જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે 25.20 કરોડ રૂપિયા ની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા 60 દૂધની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં લગભગ 45 હજાર ટનનો ભાર હતો . અને વેગનના 100% ઉપયોગથી આશરે રૂ. 7.80 કરોડની આવક થઈ છે. તેવી જ રીતે 336 કોવિડ
-19 વિશેષ પાર્સલ ટ્રેનો લગભગ 29 હજાર ટન વજનવાળી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેની આવક રૂ .14.82 કરોડ છે. આ સિવાય, 5168 ટન વજનવાળા 12 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી 2.58 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. 22 માર્ચથી 18 જુલાઈ, 2020 સુધીના
લોકડાઉન નાં સમયગાળા દરમિયાન, માલ ગાડીઓનો કુલ 9536 રેકનો ઉપયોગ પશ્ચિમ રેલ્વે દ્વારા 19.29 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે કરવામાં આવ્યો હતો.18,680 ગુડઝ ટ્રેનોને અન્ય ઝોનલ ટ્રેનો સાથે બદલી કરવામાં આવી હતી, જેમાં 8622 ટ્રેનોને સોંપવામાં આવી હતી અને 8,624 ટ્રેનોને વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી હતી .

લોકડાઉન અને રિફંડ ચુકવણીને લીધે નુકસાન

કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલ્વે પરની કમાણીનું કુલ નુકસાન રૂ.1784. કરોડ છે, જેમાં પરા વિસ્તાર માટે રૂ. 263 કરોડ અને બિન-પરા વિસ્તાર માટે આશરે રૂ.1521 કરોડ રૂપિયા નુકસાન શામેલ છે.આ હોવા છતાં, 1 માર્ચ, 2020 થી 18 જુલાઈ, 2020 સુધી ટિકિટ રદ કરવાના પરિણામે, પશ્ચિમ રેલ્વેએ 398.01 કરોડની રકમ પરત આપવાની ખાતરી છે.નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધીમાં, 61.15 લાખ મુસાફરોએ આખી વેસ્ટર્ન રેલ્વે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમના રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.