Dr Vinod Rao VDR

જ્યારે કોવિડના સેકન્ડ વેવના ગ્રાફ વધી રહ્યો છે ત્યારે વડોદરાના નાગરિકો કોવિડ ગાઈડ લાઈન પાળી ને સહયોગ આપે: ડૉ. વિનોદ રાવ

Dr Vinod Rao VDR

કોવિડના સેકન્ડ વેવના ગ્રાફનો કર્વ વધી રહ્યો છે પણ વડોદરામાં જરૂરી આગોતરી સુસજ્જતા રાખી છે: સહુ સાવચેત અને તકેદાર રહીને કોવિડ ગાઈડ લાઈન પાળીને સહયોગ આપે: ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ


વડોદરા, ૦૧ ડિસેમ્બર: સોમવારે વડોદરા શહેરમાં કોવિડ પરિસ્થિતિની સમીક્ષા કરતાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે,અલબત્ત વડોદરામાં સેકન્ડ વેવના ગ્રાફનો કર્વ વધી રહ્યો છે એટલે લોકો સાવચેત અને તકેદાર રહીને કોવિડ ગાઈડ લાઈન પાળીને સહયોગ આપે તે જરૂરી છે. જો કે ગ્રાફ એ પણ દર્શાવે છે કે આપણે પૂર્વાનુમાનના આધારે પૂરતી સંખ્યામાં હોસ્પિટલ બેડ અને વેન્ટિલેટર સાથે સંપૂર્ણ રીતે આગોતરા સુસજ્જ છીએ.

whatsapp banner 1

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ મેનેજમેન્ટના ભાગરૂપે પૂર્વાનુમાન અને અગ્રીમ આયોજન હેઠળ વડોદરામાં 146 સરકારી અને ખાનગી દવાખાનાઓમાં કોવિડ સારવાર માટે માન્યતા આપી છે. આજ પહેલી ડિસેમ્બરથી તેમાં 6225 પથારીની સુવિધા રહેશે. ઉપરોક્ત પૈકી 8 સરકારી દવાખાનાઓમાં 1455 પથારીઓ, 3 ખાનગી સુવિધાઓમાં વિનામૂલ્યે ઉપલબ્ધ 430 પથારીઓ અને 135 ખાનગી દવાખાનાઓમાં 4340 પથારી દાખલ દર્દીની સારવાર માટે છે.
ઉપરોક્ત પૈકી 600 થી વધુ પથારી વેન્ટિલેટરની સુવિધા વાળી છે. સોમવારની બપોર સુધીમાં સરકારી અને ખાનગી તમામ દવાખાનાઓમાં 2237 લોકો સારવાર હેઠળ હતાં જે 33 ટકા જેટલી ઓકયુપંસિ દર્શાવે છે.આ પૈકીના 243 લોકો બાઇપેપ/વેન્ટિલેટર સારવાર લઈ રહ્યાં હતાં. હાલમાં વડોદરા શહેર ઉપરાંત અન્ય શહેરો/ અન્ય રાજ્યોના કોવિડ દર્દીઓ વડોદરામાં સારવાર લઈ રહ્યાં છે.વડોદરા અને તેની આસપાસના તમામ લોકોને કોવિડ સારવારની જરૂર પડે ત્યારે દવાખાના ઓમાં પથારી સરળતા થી મળી રહે તે માટે ક્ષમતામાં જરૂરી વધારો કરીને દવાખાનામાં દાખલ સારવારની સુગમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે.