પશ્ચિમ રેલ્વે ગાંધીધામ – ઈન્દોર અને મહુવા – બાંદ્રા ટર્મિનસ વચ્ચે 03 જોડી (Weekly special trains) સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો ચલાવશે.

Weekly special trains

પશ્ચિમ રેલ્વે ગાંધીધામ – ઈન્દોર અને મહુવા – બાંદ્રા ટર્મિનસ વચ્ચે 03 જોડી (Weekly special trains) સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો ચલાવશે.

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં (Weekly special trains) રાખીને, ટ્રેન નંબર 09335/09336 ગાંધીધામ – ઇન્દોર, ટ્રેન નંબર 09290/09289 મહુવા – બાંદ્રા ટર્મિનસ અને ટ્રેન નંબર 09294/09293 મહુવા – બાંદ્રા ટર્મિનસ માટે 03 જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

Railways banner

1.ટ્રેન નંબર 09335/09336 ગાંધીધામ – ઇન્દોર સાપ્તાહિક (Weekly special trains) સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09335 ગાંધીધામ – ઈન્દોર સુપરફાસ્ટ સ્પેશિયલ (Weekly special trains) 01 માર્ચ, 2021 થી આગામી  સુચના સુધી દર સોમવારે 18:15 વાગ્યે ગાંધીધામથી ચાલીને બીજા દિવસે સવારે 08:55 વાગ્યે ઇન્દોર પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09336 ઇન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ 28 ફેબ્રુઆરી 2021 થી આગામી સુચના સુધી દર રવિવારે 23:30 વાગ્યે ઇન્દોરથી ચાલીને બીજા દિવસે 14:00 વાગ્યે ગાંધીધામ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં વિરમગામ, અમદાવાદ, નડિયાદ, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન અને દેવાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.

2. ટ્રેન નંબર 09290/09289 મહુવા – બાન્દ્રા ટર્મિનસ – મહુવા સાપ્તાહિક સ્પેશિયલ (Weekly special trains) ટ્રેન

ટ્રેન નંબર 09290 મહુવા – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (Weekly special trains) 27 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર શનિવારે 19:20 વાગ્યે મહુવાથી ચાલીને બીજા દિવસે સવારે 09:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09289 બાન્દ્રા ટર્મિનસ-મહુવા સાપ્તાહિક સ્પેશિયલ બાન્દ્રા ટર્મિનસથી 26 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર શુક્રવારે 16:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ થી ચાલીને બીજા દિવસે 06:45 વાગ્યે મહુવા પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દીશામાં રાજુલા જંકશન, સાવરકુંડલા, લીલીયા મોટા, ઢસા, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

3. ટ્રેન નંબર 09294/09293 મહુવા – બાન્દ્રા ટર્મિનસ – મહુવા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09294 મહુવા – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ 4 માર્ચ 2021 થી આગામી સુચના સુધી દર ગુરુવારે 19:20 વાગ્યે મહુવાથી ઉપડશે અને બીજા દિવસે 9:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. વાપસી માં, ટ્રેન નંબર 09293 બાન્દ્રા ટર્મિનસ-મહુવા સાપ્તાહિક સ્પેશિયલ 03 માર્ચ, 2021થી આગામી સુચના સુધી બાન્દ્રા ટર્મિનસથી દર બુધવારે 16:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 06:45 વાગ્યે મહુવા પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દીશામાં રાજુલા જંકશન, સાવરકુંડલા, લીલીયા મોટા, ઢસા, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09290 / 09289નું બુકિંગ 24 ફેબ્રુઆરી 2021થી, ટ્રેન નંબર 09335 / 09336નું બુકિંગ 26 ફેબ્રુઆરી 2021થી, અને ટ્રેન નંબર 09294 / 09293નું બુકિંગ 27 ફેબ્રુઆરી 2021થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. સંબંધિત સ્પેશ્યિલ ટ્રેનોના સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…ગર્ભવતી મહિલાઓની ડિલીવરીનો ખર્ચ ઉઠાવશે મોદી સરકાર, આ રીતે લાભ ઉઠાવી શકો છો- વાંચો સ્કિમ વિશે