Education mahasangh JMc edited

જામનગર પ્રાથમિક શેક્ષણિક મહા સંઘ દ્વારા તાલીમ ભવન ની મુલાકાત.

Education mahasangh JMc edited

મુલાકાત દરમિયાન ભવન ના અધિકારીઓની કામગીરી ને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૭ ડિસેમ્બર: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકા ટીમ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,જામનગરની શુભેચ્છા મુલાકાત અંતર્ગત પ્રાચાર્ય , રીંડાણીની મુલાકાત લેવામાં આવી,તેમજ જિ.શિ.અને તા.ભવનના લેક્ચરોની મુલાકાત લેવામાં આવી,જે અંતર્ગત રાષ્ટ્રહિતમાં , વિદ્યાર્થીના હિતમાં અને સમાજના હિતમાં, શિક્ષકના હિતમાં એ બાબત માં ચર્ચા કરવામાં આવી ને સંગઠન નો પરિચય કરાવવામાં આવ્યો.

આ મુલાકાત દરમિયાન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ રવીન્દ્ર કુમાર પાલ,મંત્રી નાથાભાઈ કરમૂર, ઉપાધ્યક્ષ જીગ્નેશ ભાઈ પંડ્યા,કોષાધ્યક્ષ ભાવેશભાઈ ટાંક,જામનગર તાલુકા અધ્યક્ષ ભાયાભાઇ ભારવાડિયા તથા મંત્રી ધારસીભાઈ ગડારા હાજર રહ્યા હતા.

whatsapp banner 1