Vadodara railway station edited

પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ એક સ્પેશ્યલ ટ્રેનની વડોદરા અને જામનગર (Vadodara-jamnagar) વચ્ચે શરુઆત

Vadodara-jamnagar

પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ એક સ્પેશ્યલ ટ્રેનની વડોદરા અને જામનગર (Vadodara-jamnagar) વચ્ચે શરુઆત

મુસાફરોની સુવિધા અને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા વડોદરા અને જામનગર વચ્ચે વધુ એક સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાંદેડ અને શ્રીગંગાનગર વચ્ચે બીજી એક સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની છે, જે પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનોમાંથી પસાર થશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ જાહેરાત મુજબ આ વધારાની સ્પેશ્યલ ટ્રેનોની વિગતો નીચે આપેલ છે:

Railways banner

1.ટ્રેન નંબર 02959/02960 વડોદરા-જામનગર (Vadodara-jamnagar) સુપરફાસ્ટ સ્પેશ્યલ  (અઠવાડિયામાં  5 દિવસ)

ટ્રેન નંબર 02959 વડોદરા – જામનગર (Vadodara-jamnagar) સુપરફાસ્ટ સ્પેશ્યલ રવિવાર અને બુધવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ વડોદરાથી 15.50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.35 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન 1 માર્ચ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02960 જામનગર- વડોદરા સુપરફાસ્ટ સ્પેશ્યલ રવિવાર અને બુધવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ જામનગરથી 04.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.30 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 1 માર્ચ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાને, વાંકાનેર, રાજકોટ અને હાપા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી એક્ઝિક્યુટિવ ચેયરકાર, ચેયરકાર અને દ્વિતીય કલાસ સિટિંગ કોચનો સમાવેશ કરવામાં આવશે.

2. ટ્રેનનંબર 07623/07624 નાંદેડ-શ્રીગંગાનગર સ્પેશ્યલ (સાપ્તાહિક)

વિશેષ ભાડા સાથે ટ્રેન નંબર 07623 નાંદેડ – શ્રીગંગાનગર સ્પેશ્યલ દર ગુરુવારે નાંદેડથી 06.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.20 કલાકે શ્રીગંગાનગર પહોંચશે. આ ટ્રેન 1 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 07624 શ્રીગંગાનગર – નાંદેડ સ્પેશ્યલ દર શનિવારે શ્રીગંગાનગરથી 12.30 કલાકે ઉપડશે અને સોમવારે 02.30 કલાકે નાંદેડ પહોંચશે. આ ટ્રેન 3 એપ્રિલ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન પશ્ચિમ રેલ્વેના અમલનેર, નંદુરબાર, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા અને પાલનપુર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચનો સમાવેશ કરવામાં આવશે.

ટ્રેનનંબર 02959/02960 નુંબુકિંગ 28 ફેબ્રુઆરી, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. મુસાફરો વિવિધ સ્પેશ્યલ ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગે વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…બિલાડીની સાઇઝની છે આ ગાય(Punganuru), રોજ આપે છે 5 લીટર દૂધ- જુઓ વીડિયો