Vidhan sabha

University Reform Bill: ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ વિધાનસભા ગૃહમાં પસાર થયું

University Reform Bill, Gujarat vidhan sabha


University Reform Bill: નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત-સમયાનુકુલ શિક્ષણ રાજ્યના યુવાનોને સરકારી યુનિવર્સિટીઓ સાથે વધુ-૭ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ઘર આંગણે મળતું થશે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ર૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ૦ ટકા સુધી લઇ જવાના નવી શિક્ષણ નીતિના આયોજનમાં સરકાર સંચાલિત યુનિવર્સિટીઓ સાથે આ ખાનગી યુનિવર્સિટીઓ પણ સમકક્ષ-પૂરક બનશે

  • ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના બાદ સૌ પ્રથમ સંપૂર્ણ મહિલા યુનિવર્સિટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી કાર્યરત થશ સુરત-વડોદરા-સુરેન્દ્રનગર-ભરૂચ-રાજકોટ અને અમદાવાદ જિલ્લામાં કાર્યરત થશે-૭ ખાનગી યુનિવર્સિટીઓ
  • ર૦૦રમાં ૧૧ યુનિવર્સિટીઓના સ્થાને આજે રાજ્યમાં સેકટર સ્પેસીફિક યુનિવર્સિટીઓ સહિત ૮૩ યુનિવર્સિટીઓ ગ્લોબલ એજ્યુકેશન આપી રહી છે
  • ભારત માતાને વિશ્વગુરૂ-જ્ઞાન વિજ્ઞાન યુગની અધિષ્ઠાતા બનાવવાની પ્રધાનમંત્રીશ્રીની નેમમાં ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે કદમથી કદમ મિલાવશે


ગાંધીનગર, ૩૧ માર્ચ: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ (University Reform Bill)mપરની ચર્ચામાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત અને સમયની માંગ આધારિત ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શિક્ષણ મંત્રીએ આ સંદર્ભમાં ઉમેર્યુ કે, રાજ્યમાં સરકાર સંચાલિત યુનિવર્સિટીઓને પૂરક બનીને ખાનગી યુનિવર્સિટીઓ પણ ક્વોલિટી એજ્યુકેશન આપવામાં કસોટીની એરણે ખરી ઉતરી છે. એટલું જ નહિ, રાજ્યના યુવાનોને ગુજરાત બહાર કયાંય ઉચ્ચ શિક્ષણ મેળવવા મોંઘીદાટ ફી ભરીને જવું ન પડે અને ઘરઆંગણે જ વર્લ્ડ કલાસ એજ્યુકેશન આપીને ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવાના નિર્ધારમાં પણ આવી યુનિવર્સિટીઓ સ્પર્ધાત્મક શિક્ષણ પુરૂં પાડી રહી છે.

ADVT Dental Titanium

વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ને પરિણામે હવે રાજ્યમાં નવી સાત ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી મળવાની છે તેમ પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની એજ્યુકેશન સિસ્ટમમાં સમયાનુકુલ બદલાવ લાવવા ગહન વિચાર મંથન બાદ નવી શિક્ષણ નીતિ જાહેર કરીને તેનો અમલ શરૂ કરાવ્યો છે. આ નીતિના આયોજનમાં વર્ષ ર૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ૦ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ચુડાસમાએ આ અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં હાલ ધોરણ-૧ર પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી રર.પ ટકા જેટલી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ પ૦ ટકાએ પહોચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે. તેમણે જણાવ્યું કે, આ હેતુસર જ્ઞાન-વિજ્ઞાનની આ ર૧મી સદીમાં ગુજરાતને અદ્યતન અને સમયાનુકુલ શિક્ષણમાં દેશમાં અગ્રેસર રાખવા રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓનું પ્રદાન પણ એટલું જ આવકાર્ય છે.

શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ સમયથી બે કદમ આગળ ચાલી વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી નેમ સાથે આ સુધારા વિધેયક દ્વારા ૭ જેટલી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં કાર્યરત કરવાની સુગમતા થઇ છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમવાર સંપૂર્ણ મહિલા યુનિવર્સિટીની સ્થાપના આ સુધારા વિધેયકને અનૂમતિ મળતાં થવાની છે તેમ પણ ચુડાસમાએ ગૌરવ સહ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ૧૯૬૦માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ સુધી SNDT યુનિવર્સિટી-મુંબઇ જ રાજ્યમાં મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત હતી. હવે, સુરતની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સંપૂર્ણ મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત થશે. .

Whatsapp Join Banner Guj

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ ર૦૦રમાં ૧૧ યુનિવર્સિટીઝ હતી જે વધીને ૪પ ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે ૮૩ યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. આ યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીથી માંડીને રક્ષાશક્તિ, ફોરેન્સીક સાયન્સ અને મરિન યુનિવર્સિટી જેવી સેકટર સ્પેસીફિક યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતમાં ઘર આંગણે પુરૂં પાડે છે.ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ના પરિણામે હવે, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરત ઉપરાંત સાર્વજનિક યુનિવર્સિટી સુરત, ડૉ. કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી (કેજીપીયુ) વડોદરા, સુરેન્દ્રનગર યુનિવર્સિટી-સુરેન્દ્રનગર, યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેઇનેબલ ટેકનોલોજી વાલીયા-ભરૂચ, દર્શન યુનિવર્સિટી હડાળા-રાજકોટ તેમજ મોનાર્ક યુનિવર્સિટી દસક્રોઇ- જિ. અમદાવાદ એમ વધુ ૭ નવી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં શરૂ થશે.

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના રાજ્યમાં વધી રહેલા આ વ્યાપને પરિણામે ગુજરાતના યુવાઓને ઘર આંગણે અદ્યતન ઉચ્ચ શિક્ષણ મળતું થશે. આના પરિણામે ભારત માતાને વિશ્વગુરૂ અને જ્ઞાન યુગની અધિષ્ઠાતા બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પમાં ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે કદમ થી કદમ મિલાવવા પણ સજ્જ બનશે.

આ પણ વાંચો…કામની વાતઃ નેટ બેન્કિંગ(net banking)થી ઓટોમેટીક રીતે યુટીલીટી બીલના પેમેન્ટ નહીં થાય, બદલાઇ ગયો નિયમ- વાંચો સંપૂર્ણ માહિતી