Army school

જામનગર નજીક આવેલી સૈનિક સ્કૂલ બાલાચડીના 12 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા

Army school

દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમીની અંતિમ યાદીમાં જામનગર નજીક આવેલી સૈનિક સ્કૂલ બાલાચડીના 12 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા.


જામનગર,૨૯ સપ્ટેમ્બર: દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમી,ખડકવાસલા,પૂણેની અંતિમ યાદીમાં સૈનિક સ્કૂલ બાલાચડીના 12 વિદ્યાર્થીઓ પસંદગી પામી, આ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો.
કેડેટ આદિત્યકુમાર રવિ, કેડેટ આકાશ રંજન, કેડેટ સુધાંશુ કુમાર, કેડેટ અમન કુમાર, કેડેટ શુભમ મયંક સિંઘ, કેડેટ વિશાલ પરમાર, કેડેટ દેવ સિંઘાનિયા, કેડેટ નિશાંત કુમાર, કેડેટ આદિત્ય કુમાર, કેડેટ ગોપાલ બોરખાતરિયા, કેડેટ શુભમ કુમાર અને કેડેટ રાજીવ સ્કૂલના ગૌરવપૂર્ણ વિદ્યાર્થીઓ છે કે જેમણે યુપીએસસી (એનડીએ)ની લેખિત પરીક્ષા અને એસ.એસ.બી. સફળતાપૂર્વક પાસ કરી હતી

એન.ડી.એ.ના અંતિમ પરિણામની મેરિટમાં યાદીમાં સમાવેશ પામ્યા છે. સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગર એનડીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. આ સ્કૂલના 400 થી પણ વધારે વિદ્યાર્થીઓ એન.ડી.એ માં પસંદ થઈ આર્મિ, નેવી અને એરફોર્સના અધિકારીઓ બન્યા છે. આ તકે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્યશ્રી ગૃપ કેપ્ટન રવીન્દર સિહે આ તમામ વિદ્યાર્થીઓ અને તેમના ગૌવરવંતિત પરિવારજનોને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓની સફળતા સૈનિક સ્કૂલના બાલાચડીના અન્ય વિદ્યાર્થીઓને તેમજ ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા માટે સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે સખત મહેનત કરવા પ્રેરે છે.

આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના ઉપાચાર્ય લેફ્ટીનન્ટ કમાન્ડર મનુ અરોરા, એડમ ઓફિસર સ્ક્વોડન લિડર મહેશ કુમાર અને સ્કૂલના તમામ સ્ટાફે આ ગૌરવવંતિત વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના પાઠવી હતી.