Train schedule: બાંદ્રા ટર્મિનસ-બિકાનેર અને શ્રીગંગાનગર- હુઝુર સાહેબ નાંદેડ આગળની સૂચના સુધી રદ રહેશે

Train schedule: સાબરમતી-ભગત કી કોઠી સ્પેશિયલ પ્રતિદિનને સ્થાને અઠવાડિયા માં બે દિવસ ચાલશે

અમદાવાદ , ૧૫ મે: Train schedule: રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની સંખ્યામાં ઘટાડાને  ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસ – બિકાનેર અને શ્રી ગંગાનગર – હુઝુર સાહેબ નાંદેડ સ્પેશિયલ ટ્રેનને આગળની સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને સાબરમતી-ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેન ની ફ્રિક્વન્સી ઓછી કરી દેવામાં આવી છે. આ ટ્રેન પ્રતિદિનના સ્થાને અઠવાડિયામાં 2 દિવસ દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1.  Train schedule: ટ્રેન નંબર 02473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 17 મે, 2021થી તથા ટ્રેન નંબર 02474 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્પેશિયલ 18 મે, 2021થી રદ રહેશે.

2.  ટ્રેન નંબર 02486 શ્રીગંગાનગર – હુઝુર સાહેબ નાંદેડ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 15 મે, 2021 થી અને ટ્રેન નંબર 02485 હુઝુર સાહેબ નાંદેડ – શ્રીગંગાનગર સ્પેશિયલ 17 મે, 2021થી રદ રહેશે.

3.  ટ્રેન નંબર 02440 શ્રીગંગાનગર – હુઝુર સાહેબ નાંદેડ સાપ્તાહિક સ્પેશિયલ 14 મે, 2021 થી અને ટ્રેન નંબર 02439 હુઝુર સાહેબ નાંદેડ – શ્રીગંગાનગર સ્પેશિયલ 16 મે, 2021થી રદ રહેશે.

Railways banner

●    ફ્રિક્વન્સી ઓછી કરવામાં આવેલ ટ્રેનો (Train schedule)

1.  ટ્રેન નંબર 04820 સાબરમતી-ભગત કી કોઠી સ્પેશિયલ 18 મે, 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિનના સ્થાને દર મંગળવારે અને શુક્રવારે (અઠવાડિયામાં 2 દિવસ) ચાલશે. ટ્રેન નંબર 04819 ભગત કી કોઠી – સાબરમતી સ્પેશિયલ 16 મે, 2021થી આગળની સૂચના સુધી પ્રતિદિનના સ્થાને દર બુધવારે અને રવિવારે (અઠવાડિયામાં 2 દિવસ) ચાલશે.

2.  ટ્રેન નંબર 04804 સાબરમતી – ભગત કી કોઠી સ્પેશિયલ 16 મે, 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિનના સ્થાને દર બુધવારે અને રવિવારે (અઠવાડિયામાં 2 દિવસ) ચાલશે. ટ્રેન નંબર 04803 ભગત કી કોઠી-સાબરમતી સ્પેશિયલ 17 મે, 2021 થી આગળની સૂચના સુધી પ્રતિદિનના સ્થાને દર સોમવારે અને ગુરુવારે (અઠવાડિયામાં 2 દિવસ) ચાલશે.

આ પણ વાંચો…free train: આ ટ્રેનમાં છેલ્લા 72 વર્ષોથી 25 ગામના લોકો રોજ આ ટ્રેનમાં કરે છે સફર