Tejas

પશ્ચિમ રેલ્વે દ્વારા તેજસ એકસપ્રેસ સહિત ગુજરાત થી કુલ પાંચ વિશેષ ટ્રેનો નું પરિચાલન

Tejas

 અમદાવાદ,૧૦ ઓક્ટોબર: યાત્રીઓ ની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ સહિત 4 જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.       

અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ, આ ટ્રેનો પ્રસ્થાન ની તારીખ અનુસાર આગળની સૂચના સુધી ચાલુ રહેશે.

આ વિશેષ ટ્રેનો ની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નં. 02945/02946 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ સૌરાષ્ટ્ર મેલ (પ્રતિદિન)

 ટ્રેન નં. 02945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ટ્રેન 15 ઓક્ટોબર, 2020 થી 21.35 કલાકે મુંબઇ સેન્ટ્રલ થી ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે ઓખા પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. 02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ વિશેષ ટ્રેન 16 ઓક્ટોબર, 2020 થી 13.10 કલાકે ઓખા થી ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી II ટાયર, એસી III ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

2. ટ્રેન નં.02971/02972 બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ(ત્રી-સાપ્તાહિક)     

ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ બાંદ્રા (ટી) થી 17 ઓક્ટોબર, 2020 થી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02972 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા (ટી) સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 16 ઓક્ટોબર 2020 થી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે 18.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન અંધેરી, બોરીવલી, વાપી, વલસાડ, નવસારી,સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવરનગર, લીંબડી, રણપુર, બોટાદ,ધોલા,સોનગઢ, સિહોર, ગુજરાત અને ભાવનગર પરા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2 ટાયર,એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

3. ટ્રેન નંબર 09003/09004 બાન્દ્રા ટર્મિનસ – ભુજ એ.સી. સ્પેશિયલ એક્સપ્રેસ (ત્રી-સાપ્તાહિક)

 ટ્રેન નંબર 09003 બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ બાન્દ્રા (ટી) થી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે 16 ઓક્ટોબર 2020 થી 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 12.40 વાગ્યે ભુજ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09004 ભુજ – બાંદ્રા (ટી) વિશેષ ભુજ થી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે 17 ઓક્ટોબર, 2020 થી 15.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.15 કલાકે બાંદ્રા (ટી) પર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, અમદાવાદ, સામાખ્યાલી અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી , એસી II ટાયર અને એસી III ટાયર કોચ હશે.

4. ટ્રેનનંબર 02941/02942 ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક)

 ટ્રેન નંબર 02941 ભાવનગર ટર્મિનસ – આસનસોલ સ્પેશિયલ 20 ઓક્ટોબર, 2020 થી દર મંગળવારે 17.30 કલાકે ભાવનગર ટી થી ઉપડશે અને ગુરુવારે 10.25 વાગ્યે આસનસોલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02942 આસનસોલ – ભાવનગર ટી સ્પેશિયલ, 22 ઓકટોબર, 2020 ને ગુરુવારે 19.45 વાગ્યે આસનસોલ થી ઉપડશે અને શનિવારે 11.10 વાગ્યે ભાવનગર ટી પહોંચશે. આ ટ્રેન સોનેગઢ, ધોલા જં., બોટાદ, જોરાવરનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, દાહોદ, રતલામ, શામગઢ, ભવાનીમંડી, રામગંજમંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સીટી, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, દીનદયાળ ઉપાધ્યાય જં,ભબુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુગ્રહ નારાયણ, ગયા, કોડરમા, પારસનાથ અને ધનબાદ બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

5. ટ્રેન નંબર 82901/82902 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ (ગુરુવાર સિવાય) 

ટ્રેન નંબર 82901 મુંબઇ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ, મુંબઇ સેન્ટ્રલ થી 17 ઓક્ટોબર, 2020 થી 15.35 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.55 કલાકે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 82902 અમદાવાદ – મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબર 2020 ના રોજ અમદાવાદ થી 06.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.10 કલાકે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન અંધેરી, બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન માં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ એસી ચેર કાર કોચ હશે. જ્યાં સુધી સામાન્ય લોકોને ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી ન મળે ત્યાં સુધી, આ ટ્રેન માટે અંધેરી સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયી ધોરણે આપવામાં આવ્યું છે.         

ટ્રેન નંબર 09003/09004 નું બુકિંગ 11 ઓક્ટોબર, 2020 થી ખુલશે. ટ્રેન નંબર 02945/02946 નું બુકીંગ 12 ઓક્ટોબર, 2020 થી ખુલશે. ટ્રેન નંબર 02971/02972 માટે બુકિંગ 13 ઓક્ટોબર, 2020 થી શરૂ થશે. ટ્રેન 02941 નું બુકિંગ 15 ઓક્ટોબર 2020 થી નિર્ધારિત PRS કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર પ્રારંભ થશે. ઉપરોક્ત તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે ચાલશે. તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ ફક્ત આઇઆરસીટીસી વેબસાઇટ અને આઈઆરસીટીસીના કરંટ આરક્ષણ કાઉન્ટરો પર ઓનલાઇન ઉપલબ્ધ છે.