IMG 20200710 WA0012

લોકડાઉન પછી આજે જામનગર મુંબઈ વચ્ચેની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરશે.

IMG 20200710 WA0012

૨૦ મુસાફરો મુંબઈ થી જામનગર આવશે અને ૧૧ મુસાફરો જામનગર થી મુંબઈ જશે.

રિપોર્ટ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ જામનગર શહેર મા લોકડાઉન દરમિયાન છેલ્લા ચાર મહિનાથી હવાઈ સેવા બંધ હતી ત્યારે આજે જામનગર મુંબઈ વચ્ચેની પ્રથમ ફ્લાઇટ શરૂ થઈ રહી છે. જેમાં મુંબઈ થી ૭૦ બેઠક વાળું એરક્રાફ્ટ ૨૦ મુસાફરોને લઈને મુંબઈ થી જામનગર આવશે, જ્યારે જામનગર થી ૧૧ મુસાફરોને મુંબઈ પરત લઇ જશે.

IMG 20200710 WA0014

જામનગર શહેરમાં મુંબઈથી પ્રતિદિન એક ફ્લાઇટ આવન-જાવન કરે છે, જે લોકડાઉનના ચાર મહિનાના સમય દરમિયાન હવાઈ સેવા બંધ હતી. જે હવાઇ સેવાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. અને મુંબઈથી ૭૦ બેઠકની કેપેસીટી વાળૂ એર ઇન્ડિયાનું વિમાનજામનગર એરપોર્ટ પર ૧.૧૫ વાગ્યે આવી પહોંચશે. જેમાં સોશ્યલ ડિસ્ટનસ ને ધ્યાનમાં રાખીને મુંબઈ થી ૨૦ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. જ્યારે ૧.૪૦ વાગ્યે ફ્લાઇટ પરત મુંબઇ રવાના થશે, જેમાં ૧૧ મુસાફરોને બેસાડવા ની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબા સમયના વિરામ પછી આજે પ્રથમ હવાઇ સેવા શરૂ થઈ રહી છે ત્યારે એરપોર્ટ ડાયરેકટર અનિલ ગુપ્તા એ જણાવ્યું હતું કે વિમાન ના ઉતરાણ અને ઉડાન અંગે ની તમામ ત્યારીઓ એરપોર્ટ સ્ટાફ દ્વારા કરી લેવામાં આવી છે જ્યારે વિમાન મુસાફરી કરી રહેલા યાત્રીઓ માં પણ ફરી વિમાનસેવા શરૂ થતાં અનેરો આંનદ જોવા મળી રહ્યો છે.