માતા નિતાબેન ભાવેશભાઈ ડોબરીયાની નાની બાળકી આયુશી

માતાની મમતાની જેમ દરેક દર્દીના આરોગ્યની સંભાળ રાખતો આ હોસ્પિટલનો સ્ટાફ:નિતાબેન

માતા નિતાબેન ભાવેશભાઈ ડોબરીયાની નાની બાળકી આયુશી

અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ

રાજકોટ, ૨ સપ્ટેમ્બર – જ્યારે બાળક બિમાર પડે ત્યારે તેની સારવાર માટે સમગ્ર વિશ્વ સામે લડી લેવાની હિંમત એક માં જ બતાવી શકે છે. આવી જ એક માતા નિતાબેન ભાવેશભાઈ ડોબરીયાની નાની બાળકી આયુશીની ઝાડા અને ઉલ્ટીની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલુ હોવા છતાં કોરોના આવતા તેની બાળકીને સિવિલ હોસ્પિટલ પર ભરોસો મૂકી ત્વરિત ખસેડાવી હિંમત અને ઝિંદાદીલીનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આત્મસંતોષ સાથે વાત કરતા આયુશીની માતા નિતાબેન જણાવે છે, મારી દિકરી આયુશીને ઝાડા અને ઉલ્ટી થતા હતા. જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધી હતી. જ્યાં તેને સારવાર માટે તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવી હતી. જેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવતા તેને અમે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. અહીંયા તેને એક્સપર્ટ ડોક્ટરો દ્વારા અપાતી નિયમિત સારવાર, સવારના વિવિધ પ્રકારનો નાસ્તો, બે ટાઈમ સમયસર ભોજન, દરરોજ બેડશીટ અને ઓશિકાના કવર પણ બદલી આપવામાં આવે છે. આમ તમામ પ્રકારની ઉત્તકૃષ્ઠ સુવિધા દર્દીઓને આપવામાં આવે છે.

આમ, જોવા જઈએ તો રાજકોટ સિવીલ હોસ્પિટલનો સ્ટાફ દરેક દર્દીના આરોગ્યની સંભાળ માતાની મમતાની જેમ રાખી રહ્યો હોવાનુ આયુસીના મમ્મી નિતાબેન જણાવે છે.