Corona warrior

દેશમાં કોવિડ-૧૯ ના દૈનિક કેસમાં ઘટાડો ૪૦ હજારથી ઓછા નોંધાયા

Corona Rapid Test

ભારતમાં દૈનિક નવા કેસ 40 હજારથી ઓછા નોંધાયા

સક્રિય કેસનું ભારણ અને દૈનિક મૃત્યુદર સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર

by PIB Ahmedabad

અમદાવાદ, ૧૦ નવેમ્બર: ભારતમાં છ દિવસ પછી 40,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક નવા કેસની સંખ્યા 38,073 છે. સતત ત્રીજા દિવસે, દરરોજ નવા કેસ 50,000થી ઓછા રહ્યા છે.

આ પરિણામ મહત્વની ધારણા મુજબ કેટલાક દેશોની સરખામણીની દ્રષ્ટિએ છે જ્યાં છેલ્લા 3-4- દિવસથી એક દિવસમાં એક લાખ જેટલા કેસ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UPJT.jpg

છેલ્લા કેટલાક અઠવાડિયાથી સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો થયો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TFL8.jpg

આજે 38મા દિવસે,  સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતા વધુ નોંધાઈ છે ,છેલ્લાં 24 કલાકમાં 42,033 દર્દીઓ સાજા થયા છે.

સકીર્ય કેસનું ભારણ ઘટીને 5,05,265 થયું છે. ઘટતા વળાંકને પગલે ભારતના કુલ પોઝિટીવ કેસમાં સક્રિય કેસના ભારણનું વર્તમાન યોગદાન 5.88% છે.

સાજા થવાનો દર પણ પરિણામે વધીને 92.64% પર પહોંચી ગયો છે. આજે સાજા થયેલા કુલ કેસની સંખ્યા 79,59,406 થઈ ગઈ છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર વધીને, 74,54,141 થઈ ગયું છે.

નવા સાજા થયેલા કેસમાંથી 78% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

દિલ્હીમાં નવા સાજા થયેલા 7,014 કેસ સાથે એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઈ છે. કેરળમાં 5,983 લોકો સાજા થયા છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 4,396 લોકો સ્વસ્થ થયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FAJJ.jpg

નવા કેસમાંથી 72% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.

દિલ્હીમાં સૌથી વધુ દૈનિક નવા કેસ નોંધાયા છે; 5,983 છે, જે તેના 7,745 નવા કેસની અગાઉના દિવસની સરખામણીમાં ઓછા છે. દિલ્હી પછી પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 3,907 નવા કેસ છે. કેરળના દૈનિક કેસ ઘટીને 3,593 થઈ ગયા છે જ્યારે મહારાષ્ટ્રના નવા કેસ ઘટીને 3,277 નોંધાયા છે, તેમ છતાં તેઓ દૈનિક નવા કેસ નોંધવામાં ત્રીજા અને ચોથા સ્થાને છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PCKU.jpg

છેલ્લા 24 કલાકમાં 448 લોકોના મૃત્યુ થયા છે. બીજા દિવસે પણ નોંધાયેલા 500 કરતા ઓછા નોંધાયેલા મૃત્યુનો અહેવાલ દર્શાવે છે કે મૃત્યુઆંકમાં સતત ઘટાડો થયો છે.

નવા નોંધાયેલા મૃત્યુમાં લગભગ 78% જેટલા મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે. જોકે મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ (85) થયા છે, દૈનિક મૃત્યુમાં તેનું યોગદાન ઘટીને 18.97% થઈ ગયું છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 71 અને 56 નવા મૃત્યુ થયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005J89Z.jpg