Tharad Police station 1

અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લેતા આખરે કોર્ટ બે પીઆઈ વિરુદ્ધ ગુન્હો નોંધવાનો આદેશ કર્યો છે

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૨૮ જાન્યુઆરી:
બનાસકાંઠાના લાખણી તાલુકાના એક ગામની સગીર યુવતી પર બે વર્ષ અગાઉ એક યુવકે તેનું છરી ની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી જે ઘટનામાં એક મહિના સુધી રખડાવ્યા બાદ પણ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લેતા આખરે કોર્ટ બે પીઆઈ વિરુદ્ધ ફરિયાદ ના લઈ ગેરકાયદેસર નું કૃત્ય કર્યું હોવા મુજબ નો ગુન્હો નોંધવાનો આદેશ કર્યો છે, બે પીઆઇ સામે કોર્ટ ના કડક વલણ થી જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે

બનાસકાંઠા માં એક સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લઇ ગંભીર બેદરકારી દાખવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં લાખણી તાલુકાના ટરૂવા ગામની એક સગીર યુવતી બે વર્ષ અગાઉ ડીસા ખાતે રહેતી તેની માસી ના ઘરે આવી હતી તે સમયે રાત્રિના સમયે ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતા પશુ પરમાર નામનો યુવક તેના બે મિત્રોની મદદથી અપહરણ કરી ગયો હતો આ સગીર યુવતી ચોકમાં સુતી હતી તે સમયે તેના મોઢા પર રૂમાલ બાંધી છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં નાખીને પથુ પરમાર સહિત 3 શખ્સો અપહરણ કરી ગયા હતા ત્યારબાદ આ પથુ પરમારે તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ જો ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો, અને ત્યારબાદ પણ સતત બે વર્ષ સુધી આ શખ્સ સગીરા સાથે દુષ્કર્મ આચરતો રહે તે દરમિયાન આ સગીરા ગર્ભવતી બનતા તેને ગોળી આપીને ગર્ભપાત પણ કરાવ્યો હતો .

Whatsapp Join Banner Guj

આખરે કંટાળેલી સગીરાએ તેના માતા-પિતાને તમામ હકીકત જણાવતા તેઓ ડીસા સિટી પોલીસ મથકે ફરિયાદ આપવા ગયા હતા પરંતુ ફરિયાદ ન લેતા સગીરા તેના પરિવાર સાથે થરાદ પહોંચી હતી જોકે ત્યાં પણ તેની રજૂઆત ન સાંભળતા બાદમાં તે થરાદ ડી વાય એસ પી અને ડીસા ડીવાયએસપી કચેરી અને છેલ્લે જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી હતી , પરંતુ કોઈજ પોલીસ અધિકારી એ તેની ફરિયાદ ન લેતા આખરે તેને દિયોદર કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો…..

Deesa city south police station

કોર્ટના આદેશ બાદ પોલીસે સગીરાની ફરિયાદ નોંધી, ત્યારબાદ આરોપીઓની અટકાયત કરી જેલના હવાલે પણ કર્યા છે પરંતુ 28 દિવસ સુધી સતત રાખડાવ્યા બાદ પણ પોલીસ અધિકારી ઓએ આ સગીરાની ન તો રજૂઆત સાંભળી કે ન કોઇ કાર્યવાહી કરી જેથી સગીરાએ લાખણી કોર્ટમાં આ તમામ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી, જેમાં સગીરાએ આરોપીઓને છવારયા હોવાના તેમજ ફરજમાં બેદરકારી દાખવી હોવાના મુદ્દે લાખણી નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં કોર્ટે સગીરાની રજુઆતમાં તથ્ય લાગતાં ડીસા સીટી દક્ષિણ પોલીસ મથકના પીઆઇ બી વી પટેલ અને થરાદ પોલીસ મથકના પીઆઈજે બી ચૌધરી સામે ફરિયાદી ની ફરિયાદ ન નોંધી ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ ઈપીકો કલમ 166 એ મુજબનો ગુનો નોંધવા હુકમ કર્યો છે, તેમજ બંને પીઆઇ ને આગામી ૮ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે પણ સમન્સ પાઠવ્યું છે

આ પણ વાંચો…સરકાર PFને લઇ કરશે આ ફેરફાર, જેનાથી 40 કરોડ કર્મચારીઓને મળશે સીધો જ લાભ- વાંચો સંપૂર્ણ અહેવાલ