dead body

દિયોદરની ગોદા કેનાલમાંથી કોથળામાં બાંધેલી મહિલાની લાશ મળી

dead body

તેરવાડાની ગુમ મહિલાની લાશ મળતા ચકચાર

અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૧૨ જાન્યુઆરી
: દિયોદર તાલુકાના ગોદા ગામે બપોરના સમયે કેનાલમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. મહિલાની લાશ એક કોથળામાં બાંધેલી હાલતમાં હોઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ દિયોદર પોલીસ અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો છે. આ સાથે કેનાલમાંથી મહીલાની લાશ મળી હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા કાંકરેજ પંથકની હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તેમની લાશ પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી મહિલાની કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. આજે સવારે કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળતાં સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જે બાદમાં તેરવાડાના એક પરિવારે મહિલાની લાશને ઓળખી બતાવતાં રોકકકળ કરી મુકી હતી. ઘટનાને લઇ ડીવાયએસપી સહિત પોલીસનો કાફડો દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મહિલાના છેલ્લા ૧૦ દિવસથી ગુમ હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો..અહીં આજે પણ હાજર છે ભગવાન પરશુરામ ની વિશાળકાય કુહાડી, જાણો ક્યાં આવેલું છે આ રહસ્યમહ સ્થળ?