sushil kumar image 1

Sushil kumar: ઑલિમ્પિક વિજેતા સુશીલકુમાર ‘ફરાર’ ઘોષિત, 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર

Sushil kumar: સુશીલકુમારને પકડવા માટે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ , ૧૮ મે: Sushil kumar: ભારતીય કુસ્તીને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક નવી ઓળખ આપનાર સુશીલકુમાર હવે મોટી અડચણમાં આવ્યો છે. ઑલિમ્પિકમાં ભારત માટે પહેલી વાર કાંસ્ય પદક અને બીજી વાર રજત પદક મેળવનાર સુશીલકુમાર સાગર હત્યાકાંડમાં આરોપી તરીકે તારવવામાં આવ્યા છે. હવે સુશીલકુમારને પકડવા માટે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

દિલ્હી પોલીસે મૉડલ ટાઉન વિસ્તારમાં સાગર ધનખડની હત્યા સંદર્ભે સુશીલકુમાર (Sushil kumar)ને હવે ફરાર ઘોષિત કર્યો છે. માત્ર સુશીલકુમાર નહીં, પરંતુ અન્ય નવ લોકો પણ ફરાર છે. હવે આ સંદર્ભે એવી જાણકારી બહાર આવી છે કે સુશીલકુમાર સતત પોતાનું લોકેશન ચેન્જ કરી રહ્યો છે. જેને કારણે તેની ધરપકડ કરવી મુશ્કેલ બની છે.

આ પણ વાંચો…Port signal: હવામાન ખાતા દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બંદરો પરના અલગ અલગ સિગ્નલ આ પ્રકારની માહિતી સૂચવે છે

ADVT Dental Titanium