Port signal

Port signal: હવામાન ખાતા દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બંદરો પરના અલગ અલગ સિગ્નલ આ પ્રકારની માહિતી સૂચવે છે :

Port signal: બંદરો પરના અલગ અલગ સિગ્નલના જાણો વિગત…..

ગાંધીનગર, ૧૮ મે: Port signal: સિગ્નલ ૧૦ અને લોકલ કોશનરી સિગ્નલ ૩ જ્યાં વાવાઝોડુ બંદરની અત્યંત નજીક કે બંદર ઉપર તોળાતું હોય.આ પ્રકારના બંદરોમાં દીવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ અને વિક્ટરનો સમાવેશ થાય છે. આ તમામ બંદરો પર લૉવર સિગ્નલ ૧૦ તથા લોકલ કોશનરી સિગ્નલ ૩ લગાવવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

જે બંદરો પર (Port signal) વાવાઝોડું જમણી દિશાએથી પ્રવેશવાનું હોય અથવા નજીકમાં હોય તેવા બંદરો પર લોવર સિગ્નલ ૯ અથવા લોકલ કોશનરી સિગ્નલ-૩ લગાવવામાં આવે છે. આ પ્રકારના બંદરોમાં અલંગ, ભાવનગર, દહેજ, મગદલ્લા, ભરૂચ અને દમણનો સમાવેશ થાય છે.

જે બંદરો (Port signal) પરથી વાવાઝોડું ડાબી દિશાથી પ્રવેશે તેવી શક્યતા હોય અથવા આ દિશાની નજીકમાં હોય તેવા બંદરો પર લોવર સિગ્નલ ૮ અથવા લોકલ કોશનરી સિગ્નલ ૩ લગાવવામાં આવે છે. આ બંદરોમાં પોરબંદર, ઓખા, સિક્કા, બેડી, નવા કંડલા, માંડવી, અને જખૌનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારના સિગ્નલો ભયજનક સ્થિતિ સૂચવે છે.

આ પણ વાંચો…Ahmedabad alert: તાઉ’તે વાવાઝોડા સંદર્ભે અમદાવાદ જિલ્લા માટે આગામી ૬ થી ૮ કલાક મહત્વના : સંદિપ સાગલે, જિલ્લા કલેક્ટર

ADVT Dental Titanium