Surat isolation center 2

સૂરત દયાળજી કેળવણી મંડળ સંકુલ ખાતે હોમ કોરોન્ટાઇન અને આઇસોલેશન સેન્ટર કાર્યરત

૨૫ બેડ સાથે ડોઝિ સોફટવેરની મદદ વડે ઓકસિજન લેવલ, સહિતની વિગતો જાણી શકાશે

Surat isolation center

રિપોર્ટ:પરેશ ટાપણીયા

સૂરતઃમંગળવારઃ– સૂરત શહેર ના મજુરા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી દયાળજી કેળવણી મંડળ સંકુલ ખાતે આજે વધુ એક વિના મૂલ્યે  સુવિધાથી સજ્જ ૨૫ બેડ સાથે હોમ કોરોન્ટાઇન અને  આઇસોલેશનસેન્ટર નો પ્રારંભ થયો છે. જેમાં વિશેષ સુવિધા એ છે કે, દર્દીના બેડના ગાદલા નીચે ડોઝિ સેન્સર જોડવામાં આવ્યું છે. જેના આધારે હ્દયના ધબકારા, શ્વસન, ઓકસિજન લેવલ સહિતની વિગતો મોબાઇલ કે લેપ્ટોપ વડે મોનીટર કરી શકાય છે. દર્દીના સ્પદંનો જાણીને તરત જ સારવાર કરી શકાય. આ એક ખુબ જ સારી વ્યવસ્થા કોવિડ કેર સેન્ટરમાં ભાવીન દેસાઇ દ્વારા ઊભી કરવામાં આવી છે.
સુરત શહેર માં કોરોના સંક્રમિત થતા નાગરિકોને જેમને હોમ કોરોન્ટાઇન કે આઇસોલેશનમાં રાખવાના  હોય તે માટે સૂરત  શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા આવા સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે, તેમાં વધુ એક ઉમેરો થયો છે સમાજ તમામ વર્ગના નાગરિકો માટે શરૂ કરાયેલા આ સેન્ટરમાં ભોજન,નાસ્તો, સહિત  મેડીકલ સુવિધા ઉપલબ્ધ છે
  મુખ્ય ટ્રસ્ટી પ્રમુખ શ્રી રાજેશ દેસાઈના જણાવ્યા મુજબ ૨પ જેટલા બેડ સાથે કાર્યરત સેન્ટરમાં  આગામી સમયમાં જરૂરિયાત મુજબ બેડની સંખ્યા વધારવામાં આવશે.

Surat isolation center 2

શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ  સંચાલિત હોમ કવોરોન્ટાઇન અને આઇસોલેશન   સેન્ટરને સાંસદ શ્રી દર્શના જરદોષ  શહેર મેયર શ્રી જગદીશભાઈ પટેલ, નાણાં વિભાગના સચિવ અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી મિલિંદ તોરવણે , કમિશનર શ્રી બંછા નિધિ પાની , પૂર્વ કમિશનર શ્રી થેંન્નારાશન, ખાસ ફરજ પરના અધિકારી શ્રી આર. જે. માકડીયાની ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવ્યું. તેઓએ અનાવિલ સમાજ ના આ કાર્ય ની સરાહના કરી હતી.
આ સેન્ટર કાર્યરત કરવા માં ટ્રસ્ટી પ્રમુખ શ્રી રાજેશ દેસાઈ  મંત્રી શ્રી જયપ્રકાશ દેસાઈ ,પ્રમુખ શ્રી કેતન  ડી.નાયક , શ્રી સંજય દેસાઇ, શ્રી રાજીવ નાયક, શ્રી રજનીશ દેસાઈ, શ્રી મુકેશ દેસાઈ અને અનાવિલ સમાજ ના અગ્રણીઓ નો પૂરો સહયોગ પ્રાપ્ત થયો છે.