Corona Pregnancy kid

અનેક બીમારીઓથી પીડીત અને કોરોના સંક્રમીત સગર્ભાની કરાવાઇ સફળ પ્રસૃતિ

રાજકોટની કોવીડ-૧૯ના તબીબોની સિધ્ધીમાં એક નવું સુવર્ણ પિચ્છ ઉમેરાયું

  • થાયરોડ, ડાયાબીટીઝ, હાઇપર ટેંશન અને બી.પી.સહિતની બીમારીઓથી પીડીત કોરોના સંક્રમીત સગર્ભાની કરાવાઇ સફળ પ્રસૃતિ
  • પોણાચાર કિલોના તંદુરસ્ત નવજાત શીશુના આગમનથી હોસ્પીટલ અને પરીવારજનોમાં છવાયો “નંદ ઘેર આનંદ ભયો” નો આનંદ
  • ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૮૧ જેટલી કોવિડ પોઝીટીવ સગર્ભાઓને અપાયેલી સફળ સારવાર

અહેવાલ: રાજ લક્કડ , રાજકોટ

રાજકોટ, ૨૨ સપ્ટેમ્બર: અંગ્રેજીમાં એક શબ્દ છે “ફસ્ટ ક્રાય” એટલે કે બાળકનું પ્રથમ રૂદન. નવજાત બાળકનું રૂદન માનવજાતને એક નવી આશાના કિરણ સાથે ઉજવળ ભાવીનો સંકેત આપે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડના મેટરનિટી વિભાગમાં થતો “ફર્સ્ટ ક્રાય”નો  અવાજ માનવજાતમાં કોરોના સામે લડવાની અને જીતવાની ઉમ્મીદનું એક નવુ કિરણ જગાડે છે. માર્ચ મહિનાથી લઈને આજદીન સુધીમાં રાજકોટ જિલ્લાની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં કુલ ૮૧ જેટલી કોવિડ પોઝીટીવ સગર્ભાઓને સારવાર આપવામાં આવી છે. જે પૈકી ૧૫ જેટલી કોવિડ પોઝીટીવ સગર્ભા માતાઓની ડિલીવરી કરાવવામાં આવી છે. જેમાં ૧૩ કોવિડ પોઝીટીવ સગર્ભા માતાઓની ડિલીવરી સિઝેરિયન પધ્ધતિ મારફતે કરાવવામાં આવી છે.

કોરોના સંક્રમીત માતા અવની બહેન પારેખ જણાવે છે કે, હું અહીંયા આવી પછી ઘણો બધો સપોર્ટ મળ્યો છે. ડોક્ટરોનો, નર્સનો, સ્ટાફનો વગેરેનો. અહીંયા લોકો મારી ખુબ જ કાળજી લે છે. મારૂ અહિંયા સિઝેરિયન થયું છે અને મને કોઈ પણ મુશ્કેલી નથી પડી. ડોક્ટરોની સારવારથી મેં એક બાળકને જન્મ આપ્યો છે. જેનું વજન પણ પોણાચાર કિલો જેટલું છે. તે એકદમ તંદુરસ્ત છે. હું એકદમ ખુશ છું કેમ કે મારી સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખુબ જ વધાર ચાર્જ કહયો હતો …જે તમામ સારવાર મને અહીંયા એકપણ રૂપિયો ખર્ચ્યા વગર મળી છે.

અવનીબેન પારેખના પતિ જેનિષભાઈ પારેખ જણાવે છે કે, મારી વાઈફને પ્રેગ્નેન્સી હતી અને તેની સારવાર અમે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે કોવિડ-૧૯ નો રીપોર્ટ પોઝીટીવ આવતા અમે થોડા ગભરાયા હતા. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ખાનગી હોસ્પિટલ કોરોના પોઝીટીવ માતાઓની પ્રસૃતિ કરાવી શકતું નથી તેથી તાત્કાલીક અમે સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઈ ગયા. મારી પત્નીનો કેસ ક્રીટીકલ હતો. તે હાલ ડાયાબિટીસ,બી.પી. હાયપર ટેન્શન, થાઈરોડ અને કોવિડ પોઝીટીવ જેવી બિમારીઓ સામે લડી રહી છે. આવી અનેક સમસ્યાઓમાં તેના મદદગાર થઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઉત્તમોત્તમ સારવાર આપી છે. અત્યારે મારી પત્નિ અને બાળકની તબિયત એકદમ તંદુરસ્ત છે. જેનો મને ખુબ આનંદ છે.

loading…

આ તકે એનેસ્થેસિયા નોડલ અધિકારી ડો. ચેતના જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ સિવીલમાં કોવિડ બિલ્ડીંગમાં એક અલાયદું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં માત્ર કોવિડના દર્દીઓના જ ઓપરેશન કરવામાં આવે છે. એકમાત્ર રાજકોટમાં જ આવી સુવિધા છે. જેમાં અદ્યતન સાધનો, મલ્ટીએરા મોનીટરીંગ સિસ્ટમ, એનેસ્થેસિયા મશીન, અત્યાધુનિક વેન્ટીલેટર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. અહીંયા અત્યાર સુધીમાં કુલ ૧૪ પોઝીટીવ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૩ જેટલા સિઝેરીયન કરવામાં આવ્યા છે.

એનેસ્થેસિયા વિભાગના સિનિયર રેસીડેન્ટ ડો. કૃપા પટેલે કહ્યું હતું કેઅવનીબેનને હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, બી.પી. થાઈરોડ ઉપરાંત કોરોના જેવી ગંભીર બિમારી હતી. આવા સંજોગામાં તેમનું સિઝેરિયન કરવું ખુબ કાળજી માંગી લે તેવુ હતું. તેમની હિંમત અને સહકારના લીધે અમે તેમની સફળતાપુર્વક ડિલીવરી કરાવી શક્યા. હાલમાં તેમની અને તેના બાળકની તબિયત એકદમ સ્વસ્થ છે. પોણાચાર કિલોના તંદરસ્ત નવજાત બાળકના આગમનથી મારા સહિત હોસ્પીટલ અને પ્રસૃતાના પરિવારજનોમાં જાણે “નંદ ઘેર આનંદ ભયો” જેવો આનંદ અને ઉત્સાહ છવાયો છે.

Reporter Banner FINAL 1