Student kisan day celebration 1

વશિષ્ઠ વિદ્યાલયના જુ.કે.જી થી ધો.૦૯ના વિદ્યાર્થીઓએ ‘કિસાન દિવસ’ની ઘરેબેઠા ભાવનાત્મક ઉજવણી કરી

Student kisan day celebration
  • વશિષ્ઠ વિદ્યાલયના જુ.કે.જી થી ધો.૦૯ના વિદ્યાર્થીઓએ ‘કિસાન દિવસ’ની ઘરેબેઠા ભાવનાત્મક ઉજવણી કરી
  • શાળામાં અભ્યાસ કરતાં કિસાનપુત્ર/પુત્રી એવા ૪૦૦ વિદ્યાર્થીઓએ ખેડૂત માતા-પિતા અને ખેતીના સાધનોનું પૂજન કર્યું

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૨૩ ડિસેમ્બર: ભારતમાં દર વર્ષે ૨૩ ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ ઉજવવામાં આવે છે. જગતના તાતના પરિશ્રમને સન્માન આપવાં આપણા ભારત દેશના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની સ્મૃતિમાં તેમની જન્મજયંતિ-૨૩ ડિસેમ્બર નિમિત્તે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. દેશના કરોડો ખેડૂતના સન્માન માટે કામરેજ તાલુકાના વાવ ગામ સ્થિત શ્રી વશિષ્ઠ વિદ્યાલયના જુ.કે.જી થી ધો.૦૯ ના વિદ્યાર્થીઓએ ઘરે બેઠા ભાવનાત્મક રીતે કિસાન દિવસની ઉજવણી કરી હતી. શાળામાં અભ્યાસ કરતાં ૪૦૦ ખેડૂતપુત્ર/પુત્રી એવા વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂત માતા-પિતા અને ખેતીના સાધનોનું પૂજન કર્યું હતું. તુલસીના છોડની પૂજા અને તુલસી છોડ વાવીને કિસાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. તેમજ લાગણીસભર પત્રનું વાંચન કરીને ભાવ પ્રગટ કર્યો હતો. વાલીઓએએ પણ આ પૂજન વિધિના કાર્યક્રમમાં જોડાઈને બાળકોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

whatsapp banner 1

બાળકને વિદ્યાર્થી જીવનમાં જ ખેડૂતજીવનનું મહત્વ સમજાય, ખેડૂતપુત્ર હોવાનું ગૌરવ અનુ ભવાય તેમજ બાળક ખેડૂતનો આદર અને કદર કરે તે હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.ખેડૂતોના મસીહા તરીકે પણ ઓળખાતા ચૌધરી ચરણસિંહ હંમેશા ખેડૂતોના હિતેચ્છુ હતા. તેઓ અને તેમનો પરિવાર પણ ખેડૂત હતા. અન્નદાતા ખેડૂત ખૂબ મહેનત કરીને વિશ્વને અનાજ પહોંચાડે છે,

ત્યારે કિસાન દિને શાળાની આ પ્રકારની રચનાત્મક, પ્રેરણાત્મક અને ઉમદા પ્રવૃત્તિના આયોજન અને સફળતા બદલ શાળાના ચેરમેન રમણિકભાઈ ડાવરીયા, ડાયરેક્ટર વિજયભાઈ ડાવરીયા અને રવિભાઈ ડાવરીયા શાળાના એજ્યુકેશનલ એડવાઇઝર ડૉ.પરેશભાઈ સવાણી, શાળાના આચાર્ય મેહુલભાઈ વાડદોરીયા, પ્રાથમિક વિભાગ આચાર્ય પ્રવિણભાઈ કરકર અને સ્ટાફ પરિવારે વાલીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પણ વાંચો….