Jay Vasavada

મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત:જય વસાવડા

Jay Vasavada edited

કોરોના વાઇરસ ફેફસા ઉપર આક્રમણ કરી શકે…. છાતી ના જીગર ઉપર નહીં

ટેસ્ટ , ટ્રેસ, ટ્રીટમાં પ્રશાસન ને સહકાર આપીએ મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત: જય વસાવડા

સંકલન…નિખિલેશ ઉપાધ્યાય/ નિરાલા જોષી રાજકોટ

રાજકોટ શબ્દ સાથેજ એક શબ્દ યાદ આવે રંગીલું રાજકોટ,શહેર કરતા વધુ એક સતત ચાલતો ઉત્સવ છે.. સમગ્ર સોંરાષ્ટ્ર ની ધરતીના કેન્દ્રમાં ઉભેલો માનવીઓ નો મેળો છે…મજાક માં મિત્રો સાથે રજવાડી ઇતિહાસ અને અંગ્રેજી આધુનિકતા ના સંગમ ધરાવતા રાજકોટ ને અમે મોટું ” રંગીન ” ગામડું કહીએ કાઠિયાવાડ ના ગામડાની સંસ્કૃતિ ના મૂળિયાં સાથે રાજકોટે ઓધોગિક પ્રગતિ ની ડાળીઓ વિસ્તરી છે અહીં પ્રાચીન રાસ ગરબા ની રમઝટ સાથે અર્વાચીન શિક્ષણ નો પનઘટ જોવા મળે છે અહીં ખભે ધબ્બો મારતી ભાઈબંધી ની અમીરી અને વટ ખાતર ભીંડાઈ જવાની ખુમારી છે ,
રાજકોટ એ નગર નથી આધુનિક આઈસ્ક્રીમ થી દેશી ચા ના સબડકા સુધી ટેસ કરતો એક પરિવાર છે

આ રાજકોટ માં હું ભણ્યો ધમ સાણીયા કોલેજ માં અને ગેલેક્ષી સિનેમા ની પાઠ શાળામાં, ગાંધી ની હવા અને મલાઈ દાર પેડા જીભ માં , ઇમ્પીરિયલ પેલેસ ના આ અમૃત ઘાયલ મય નગર માંજ રમેશ પારેખ ની માફક એ નગર ની ફૂલ છાબ માં સ્થાઈ થયો રેસકોર્સ ના ઘોડા ની માફક એકલા દોડતા એટલે આ અત્યારે મારુ રાજકોટ પ્યારું રાજકોટ સારું રાજકોટ છે બપોરે ઉંઘી ને સાંજના આળસ મરડી રાતના ગોઠિયા ચેવડા ખારી સિંગ સંગ જાગતું શહેર છે જ્યાં સિઝન બદલાય છે પણ બેંગ લાયબ્રેરી થી બાલાજી હનુંમાન સુધી ફેલાયેલું સારંગી પ્રિઝમ નહીં

ગુજરાત ના મુખ્ય મંત્રી ઓ ને ચૂંટી ને મોકલવાનો ઉજ્વળ વારસો ય રાજકોટ ધરાવે છે…..
આજે આ ખડખડાટ હાસ્ય માં કોરોના ને લીધે ખાલીપો આવ્યો છે ચોમેર વધતા વાઇરસ ના રોગચાળા ચેપે રસકસ ચૂસી ને નગર ને બાન માં લીધું છે સતત દુઃખદ સમાચારો આંખ કાન ને અથડાયા કરે છે અચાનકજ ડોક્ટર જ દર્દી બની જાય એવા સમાચારો આવે ત્યારે ચિંતા થાય એ સ્વાભાવિક છે

loading…

રાજકોટ માંજ નેમો ટેકનોલોજી થી કોવિડ ૧૯ ને હંફાવવા ના સંશોધન નો પણ ચાલુ છે પણ દરેક વાયરલ મહામારી નો ઇતિહાસ તપાસ જો તો હાઇ રિકવરી રેટ જોવા મળેજ….
અસ્વસ્થ તબિયત કે ઉંમર સિવાય કોરોના ને ઝડપથી નિયંત્રિત આરામ અને સાવચેતી થી થઈ શકે છે, જેમ કાળા ડિબાંગ મેઘ વાદળો કાયમ નથી રહેતા એમ આસ્થિતિ પણ કાયમી રહેવાની નથી આ એજ રાજકોટ છે જે ધરતી કંપ સામે ટટ્ટાર ઉભું રહયું હતું સામી છાતી એ વાવા ઝોડા જીરવ્યા પુર અને દુકાળ વેઠી ને જમા વટ રાખી છે જે.કૃષ્ણ મૂર્તિ કહેતા એમ “આ સમય ચાલ્યો જશે” માની લો કે આઠમ ના મેળા નું ચકડોળ છે જીંદગી અત્યારે પાલખી નીચે છે પણ ઉપર આવશેજ…રાત પછી પ્રભાત થાશેજ “ન દેન્યમ …ન પલાયમ….”
આપણે સાવધ સાવચેત રહેવાનું છે વ્યસનો, ટોળા ટાપ્પી માટે બાહ્ય રખડપટ્ટી ઘટાડી અનિવાર્ય કારણો વિના ઘેર રહેવા નું છે..દો ગજ દુરી સાબુ, સેનેટાઇઝર અને માસ્ક ની આદત કેળવવાની ,ગીચ બંધિયાર ભીડ વાળી જગ્યાઓ નો સંપર્ક બિનજરૂરી બહાર ની ખાણી પીણી થોડો સમય ટાળવી.

ટેસ્ટ , ટ્રેસ, ટ્રીટ,માં પ્રશાસન ને સહકાર આપીએ યોગ્ય આહાર વિહાર રાખીયે મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત વાઇરસ ફેફસા ઉપર આક્રમણ કરી શકે પણ છાતી ના જીગર ઉપર નહીં રાજકોટ ઝટ નાચતું કુદ તું થાય એજ પરમ ને પ્રાથના….જય વસાવડા……

Banner Still Guj