રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે

Jayanti Ravi Jamnagar 2

જામનગર શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગોનો દોર

જામનગર,૧૩ જુલાઈ ૨૦૨૦

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી અને લોકલ ટ્રાન્સમિશન શરૂ થયું હોવાથી ગુજરાત રાજ્ય નું આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે, અને મિટિંગોનો દોર શરૂ થયો છે.

Jayanti Ravi Jamnagar

ગુજરાત રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિ આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે, અને જામનગરના વહીવટીતંત્ર સાથે મિટિંગોનો દોર શરૂ કર્યો છે.

જામનગરની જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર ના જિલ્લા કલેકટર રવિશંકર ઉપરાંત મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર સતીષ પટેલ સહિતના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અન્ય જુદા જુદા અધિકારી અને સ્ટાફની સાથે મિટિંગ યોજાઈ રહી છે. અને જામનગર જિલ્લાના આરોગ્ય પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી, ચાંપતા પગલાં ભરવા અંગે ચર્ચા વિચારણા કરાઈ છે.

Jayanti Ravi Jamnagar 4


આ ઉપરાંત જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે અને જિલ્લા કલેકટર દ્વારા કેટલાક વિસ્તારોને કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેવા સ્થળો ઉપર હાલ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે સમગ્ર વિસ્તારની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી હતી

રિપોર્ટ : જગત રાવલ, જામનગર