BJMIC 1

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામ

BJMIC 1

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામમાં પહેલાં દસેદસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની આઈજેસીનાં


નાગપુરનો અક્ષય આચાર્ય પ્રથમ ક્રમે, ભૂજની વૈદેહી ભીંડે બીજા ક્રમે

અમદાવાદ,૧૭ સપ્ટેમ્બર: ગુજરાત યુનિવર્સિટીએ ૧૭ સપ્ટેમ્બરે જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ દસેદસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી) નાં હોવાનું જાહેર થયું હતું. આઈજેસીનું પરિણામ ૧૦૦% આવ્યું છે. પહેલા સેમેસ્ટરમાં પણ પ્રથમ દસ રેન્કમાં આઇજેસીનાં જ અગિયાર વિદ્યાર્થી આવ્યાં હતાં.

Banner Still Guj

ઇન્સ્ટિટ્યૂટની સંચાલક સંસ્થા સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટના વડા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ સી. પટેલે તમામ યશસ્વી વિદ્યાર્થીઓને અને અધ્યાપકગણને અભિનંદન આપ્યાં હતાં. ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ.હરિ દેસાઈએ જણાવ્યું હતું કે જર્નલિઝમ અને માસકમ્યૂનિકેશનનાં અમારાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે. અખબારો, ટીવી ચેનલો, કોર્પોરેટ કમ્યૂનિકેશન અને એડ કંપનીઓ તેમજ સોશિયલ મીડિયા સહિતનાં મીડિયા ગૃહોના સૂત્રધારો અને નિષ્ણાતોના સહયોગથી અમારી સંસ્થા નોખી ભાત પાડવા કૃતસંકલ્પ છે. અમારી સંસ્થામાં દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશનાં વિદ્યાર્થીઓ ભણે છે.સંસ્થા અને વિદ્યાર્થીઓનાં વાલીઓ વચ્ચે સેતુ બંધાયેલો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ દસ ક્રમે આવેલાં વિદ્યાર્થીઓનાં નામ અને એમના એસજીપીએ આ મુજબ છે:

ક્રમવિદ્યાર્થીઓનાં નામએસજીપીએ
1.આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર૮.૬૨
2.ભીંડે વૈદેહી ચંદ્રકાંત૮.૩૦
3.કૃપલાની ખુશી નાનક૮.૨૮
4.ગાલા આશિષ જયેશ૮.૨૧
5.પંચોળી રુદ્રી પ્રેમલભાઈ૮.૧૮
6.દહાણુકર સિદ્ધિ સંજય૮.૧૨
7.શેખ કૈફ કૈસર હસીબ અહશાન૮.૦૬
8.પટેલ દ્રષ્ટિ મુકેશભાઈ૮.૦૫
9.પટેલ આહના ઉન્મેશ૮.૦૨
10.લાલાની રોનક સદરુદ્દીન૭.૯૦
loading…