100 ટકા ઘરોમાં 2જી ઓકોટોબર સુધીમાં નળ દ્વારા શુદ્ધ પેય જળ પહોંચાડવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર મહેસાણા પોરબંદર બોટાદ વડોદરા જિલ્લા ના ગામોને આવરી લેવાશે

ગુજરાત ‘જલ જીવન મિશન’નો લક્ષ્યાંક બે વર્ષ વહેલો 2022માં જ પૂર્ણ કરવા સજ્જ
Tab Water
  • મુખ્યમંત્રીશ્રી ની કેન્દ્રીય જલ શકિત મંત્રીશ્રી સાથે વીડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક
  • ગુજરાત ‘જલ જીવન મિશન’નો લક્ષ્યાંક બે વર્ષ વહેલો 2022માં જ પૂર્ણ કરવા સજ્જ
  • ગુજરાતમાં 2022 સુધીમાં 100% નળથી જળ (FHTC-ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન) માટે યોજના
  • ગુજરાતમાં 93.03 લાખ ગ્રામીણ ઘરોમાંથી 68.63 લાખ ઘરમાં નળ જોડાણો ઉપલબ્ધ
  • 2020-21 દરમિયાન 11.15 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાની યોજનાઆ વર્ષે 1 એપ્રિલ થી અત્યાર સુધીમાં 2.46 લાખ ઘરોને પીવાના પાણી ના જોડાણ થી આવરી લેવાયા
  • રાજ્યના 18,191 ગામોમાંથી, 17,899 ગામોમાં હાલ પાઇપલાઇન દ્વારા પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા ડિસેમ્બર-2020 સુધીમાં 6,000 ગામડાઓ માં નળ દ્વારા જળ કામગીરી પૂર્ણ કરાશે
  • કેન્દ્રીય મંત્રીશ્રી જળ વ્યવસ્થાપન સંદર્ભે ગુજરાત સરકારના વિવિધ આયામો થી પ્રભાવિત
  • જળ વ્યવસ્થાપનના વિકેન્દ્રિત મોડેલમાં ગુજરાતની ભૂમિકા અગ્રેસર
  • ગુજરાતનું જળ વ્યવસ્થાપન મોડલ ભારત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘જલ જીવન મિશન’ માટે પથદર્શક બન્યુ
  • મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ 2જી ઑક્ટોબર સુધીમાં રાજ્યના પાંચ જિલ્લાઓ ના ગામોના 100 ટકા ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પેય જલ પહોંચાડવા ની રાજ્ય સરકાર ની નેમ દર્શાવી છે.
  • ભારત સરકાર ના જલ શક્તિ વિભાગના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં ‘જલ જીવન મિશન’ના આયોજન અને અમલીકરણની સંયુક્તપણે કરેલી સમીક્ષા દરમ્યાન મુખ્યમંત્રીશ્રી એ આ નેમ વ્યક્ત કરી હતી.
  • આ સંદર્ભ માં શ્રી વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે ગુજરાતના ગાંધીનગર બોટાદ વડોદરા પોરબંદર અને મહેસાણા ના ગામોમાં 100 ટકા ઘરો માં પીવાનું શુદ્ધ પાણી નળ મારફતે પહોંચાડવા નું આયોજન રાજ્ય સરકારે કર્યું છે
CM Rupani speech 2 edited

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘જલ જીવન મિશન’નો લક્ષ્યાંક 2024 સુધીમાં પૂર્ણ કરવાનો છે પરંતુ ગુજરાતે જે આગોતરું આયોજન કર્યું છે તેના પરિણામે બે વર્ષ વહેલો એટલે કે 2022 માં જ આ લક્ષ્યાંક ગુજરાત પૂર્ણ કરી દેશે.

મુખ્યમંત્રીશ્રીએ આ વીડિયો કોન્ફરન્સ બેઠક દરમિયાન જણાવ્યું કે, રાજ્ય સરકારે 2002 માં એક નવિન પહેલ રૂપે પાણી ના વિતરણ માટે ગ્રામીણ જન સમુદાય ની ભાગીદારી થી પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપન સંગઠન- વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) મારફતે વિકેન્દ્રિત, માંગ આધારિત અને સમુદાય સંચાલિત પેયજળ વિતરણ કાર્યક્રમનો સફળતા પૂર્વક અમલ કર્યો છે.
આ સફળ પ્રયત્નોને પરિણામે રાજ્યના 70%થી વધુ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાના શુદ્ધ પાણી મળવું સાકાર થયું છે.

તેમણે કહ્યું કે, ગ્રામ પંચાયત અને પાણી સમિતિને ગામડાઓમાં પાણી પુરવઠા યોજનાઓનું સંચાલન, અમલીકરણ અને જાળવણી માટે પ્રોત્સાહન આપીને ‘વાસ્મો’ જળ વિતરણ સેવાનું એક સફળ વિકેન્દ્રિત મોડેલ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય ના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી ની સ્થિતિ અંગે ની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, રાજ્યના 93.03 લાખ ગ્રામીણ ઘરોમાંથી 68.63 લાખને નળ જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે એટલું જ નહિ 2020-21 દરમિયાન 11.15 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાનું પણ આયોજન છે. આ વર્ષે રાજ્યમાં 1 એપ્રિલ થી અત્યાર સુધીમાં 2.46 લાખ ગ્રામીણ ઘરોને પીવાના પાણી માટેના જોડાણો થી આવરી લેવાયા છે એમ પણ મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-21માં ગુજરાત ને રૂપિયા 883.08 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને તેમાં રાજ્યના હિસ્સા સાથે કુલ 1,777.56 કરોડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.

Tab

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, 15માં નાણા આયોગ અંતર્ગત રાજ્યની સ્થાનિકસ્વરાજ્ય ની સંસ્થાઓને રુ. 3,195 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને તેમાંથી પણ 50% પાણી પુરવઠા અને સેનિટેશન માટે ફરજિયાત પણે ખર્ચ કરવાનો છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે રાજ્યના 18,191 ગામોમાંથી, 17,899 ગામોમાં હાલ પાઇપલાઇન દ્વારા પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા અમલી છે. હવે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં 6,000 ગામડાઓ 100% નળ જોડાણ ધરાવતા થઈ જશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના બાકીના ગામડાઓને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા માટે ર્સફેસ બેઝ્ડ પાણીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે તે આગામી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
તેમણે કેન્દ્રીય મંત્રીશ્રીને એવી પણ ખાતરી આપી કે ગામોમાં પાણી પુરવઠો અને સ્વચ્છતાના કામો માટે નાણાં પંચની ગ્રાન્ટનો ઉપયોગ રાજ્ય સરકાર કરશે.

મુખ્યમંત્રીશ્રીએ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇ.ઓ.ટી.) આધારિત સેન્સર મોનિટરિંગ સિસ્ટમના પાઇલોટ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રીશ્રી ને માહિતગાર કર્યા હતા.
રાજ્યના બે જિલ્લાના 1,000 ગામોમાં આ પાઇલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેની કાર્યક્ષમતા નું નિરીક્ષણ કરવા માં આવે છે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયેથી રાજ્યના બધા જ ગામડાઓમાં પાણી પુરવઠાની સ્થિતિની ઓનલાઇન દેખરેખ માટે તેનો ઉપયોગ કરવાના છીએ તેમ પણ શ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી શેખાવતે જળ વ્યવસ્થાપન સંદર્ભે ગુજરાત સરકારના વિવિધ આયામોની પ્રશંસા કરી હતી.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દુષ્કાળ પ્રભાવિત રાજ્ય હોવા છતાં વિવિધ વિસ્તારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જળ સંસાધનોનું સફળતાપૂર્વક સંચાલન કરી ગુજરાતે આખા દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેમણે વાસ્મો દ્વારા શરૂ કરાયેલ વિકેન્દ્રિત, માંગ સંચાલિત અને સમુદાય સંચાલિત પીવાના પાણીના કાર્યક્રમની પ્રશંસા કરતાજળ વ્યવસ્થાપનના વિકેન્દ્રિત મોડેલમાં ગુજરાતની અગ્રેસર ભૂમિકાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.શ્રી શેખાવતે એમ પણ જણાવ્યું કે, ગુજરાતનું જળ વ્યવસ્થાપનનું આ મોડલ ભારત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘જલ જીવન મિશન’ માટે પથદર્શક બન્યું છે.

‘જલ જીવન મિશન’ અંતર્ગત ગામડાઓમાં પાણી પુરવઠા માળખાના આયોજન, ડિઝાઇનિંગ, અમલીકરણ અને સંચાલનમાં ગ્રામ પંચાયત / પાણી સમિતિની ભૂમિકા વિશે જણાવતાં શ્રી શેખાવતે ગ્રામ પંચાયત અથવા પાણી સમિતિઓને ‘ યુટિલિટીઝ’ તરીકે વિકસાવવા પર ભાર મૂક્યો હતો.રાજ્યની પાણી સમિતિઓ / ગ્રામ પંચાયતો નાગરિકો પાસેથી પાણીની ગુણવત્તા અને વ્યવસ્થાપન ( ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ -Q&M) ખર્ચના 70% ‘પાણી સેવા શુલ્ક’ના રૂપમાં વાર્ષિક વસૂલ કરે છે. તે અંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી.ઉલ્લેખનીય છે કે, નિયમિત અને લાંબા ગાળા માટે દરેક ગ્રામીણ ઘરના લોકોને ગુણવત્તાયુક્ત પીવાના પાણીનો પૂરતા પ્રમાણમાં પુરવઠો સુનિશ્ચિત કરવો તે આ ‘જલ જીવન મિશનનું’ લક્ષ્ય છે.

‘જલ જીવન મિશન’ અંતર્ગત પીવાના પાણીનું વિતરણ, પાણીની માત્રા, પાણીની ગુણવત્તા અને સમયગાળાની દેશ ના વિવિધ રાજ્યો સાથે સમીક્ષા કરવામાં આવે છે.જલ જીવન મિશન’ રાજ્યો સાથે ભાગીદારીમાં ગત વર્ષથી અમલમાં છે.ગામડામાં દરેક ઘરને નળથી પાણી મળે તે આ મિશનનો ઉદ્દેશ- લક્ષ્યાંક છે.મુખ્ય મંત્રીશ્રી સાથે આ વીડિયો કોન્ફરન્સ માં પાણી પુરવઠા સચિવ શ્રી ધનંજય દ્વિવેદી મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર અને પાણી પુરવઠા વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.