સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી ફરી વળ્યાં
૧૬ઓગસ્ટ,ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ ની આપવામાં આવેલી આગાહી ના પગલે અંબાજી પંથક માં ભારે વરસાદ ની હેલી વરસી હતી સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી ફરી વળ્યાં હતા બજારો માંથી વરસાદી પાણી ની નિકાલ માટે ની ગટર વ્યવસ્થા ન હોવાથી માર્ગો પરથી પસાર થતા વરસાદી પાણી ને લઈ વેપારીઓ માં ભારે હેરાન ગતિ જોવા મળી હતી
અંબાજી માં આજે વરસેલા ભારે વરસાદ ના પગલે હાઇવે માર્ગ પણ પાણી માં ઘરકાવ થયેલા જોવા મળ્યા હતા જ્યારે બજાર માં પણ વરસાદી પાણી રેલાતા વેપારીઓ મુશ્કેલી માં મુકાયા હતા એટલુંજ નહિ અંબાજી નજીક કોટેશ્વર પંથક માં પણ વરસાદી પાણી ને લઈ પુલ ને અડીને પાણી વહી રહ્યા હતા જ્યારે માર્બલ ની માઇન્સો માં જાવા ના રસ્તા પર બંધ થઈ ગયા હતા જેનો અનેક વાહન ચાલકો એ સામનો કરવો પડ્યો હતો જોકે સતત વરસાદ ની હેલી બાદ હાલ વરસાદે વિરામ લેતા વાહનચાલકો રાહત નો શ્વાસ લીધો છે
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી