Electric Bus 2

સુરત શહેરનું જાહેર યાતાયાત પ્રદુષણમુકત થશે.

Electric Bus

બે માસ બાદ ઉપલબ્ધ થશે ૧૫૦ ઇકો ફ્રેન્ડલી ઈલેકટ્રીક બસ સેવા

રિપોર્ટ: પરેશ ટાપણીયા

સુરત:સોમવાર: અનલોકના અમલ બાદ સુરત શહેરનો વાહનવ્યવહાર ધમધમતો થયો છે. પર્યાવરણ બચાવવા માટે સુરત મહાનગર પાલિકા આગામી દિવસોમાં ઇકોફેન્ડલી ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું શરૂ કરશે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ સુરત મહાનગરપાલિકાએ ૧૫૦ ઈલેક્ટ્રીક બસની ખરીદી કરી છે. સુરતને પ્રદુષણમુકત અને પર્યાવરણની જાળવણીના નિર્ધાર સાથે મહત્વનું કદમ લેવાયું છે.

Electric Bus 2

મેયર ડો.જગદીશ પટેલ, મહાપાલિકા કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિતના પદાધિકારીઓએ ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરી ટ્રાયલ લેવામાં આવી હતી. આજનો ટ્રાયલ રન કોસાડથી પાલ આરટીઓ રોડ ઉપર કરવામાં આવ્યો હતો. બસમાં મુસાફરોની ક્ષમતા મુજબના વજન સાથે આ ટ્રાયલ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિક બસ પ્રતિદિન ૨૨૧ કિલોમીટર એક વખતના ચાર્જિંગ બાદ ચાલવાની ક્ષમતા ધરાવે છે. તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ આગામી બે-ત્રણ માસમાં આવી બસો સુરતના માર્ગો પર દોડતી થશે ત્યારે ઘોંઘાટ અને વાયુ પ્રદુષણમાં ઘણી મોટી રાહત મળી શકશે. ૫૦ જેટલા ચાર્જીંગ સ્ટેશનો માટે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Electric Bus 3

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝની ગાઈડલાઈન પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને પ્રત્યેક બસ દીઠ ૪૫ લાખની સબસિડી આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકાને હાલ રૂ.૬૭.૫૦ કરોડ રૂપિયાની સબસિડી મળશે. બસ આવે તે પહેલાં જ ફેબ્રુઆરી ૨૦૨૦ માં સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૩.૫૦ કરોડની સબસીડીનો પહેલો હપ્તો મળી ગયો હતો. તેના કારણે સુરતના પર્યાવરણમાં ઘણો ફાયદો થશે.

Banner Still Guj