PM to Bhakti Shah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂરતીઓ સાથે કર્યો સીધો સંવાદ

સુરત, ૦૮ નવેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફેરી સર્વિસની શું ફાયદો થવાનો છે તે અંગે સૂરતીઓ સાથે ઈ-માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.
આ અવસરે સુરતમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મુળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામના વતની નંદલાલભાઇ નાકરાણીએ જણાવ્યું કે, હું ડાયમંડ સાથે સંકળાયેલો છું. જેથી મારે વાર-તહેવારે ગામડે જવું પડે છે. રો-પેકસ ફેરી શરૂ થતા દિવાળીના તહેવારો કે લગ્ન પ્રસંગે ગામડે જવું હવે સરળ બન્યું છે. પહેલા જવા માટે ૧૦ થી ૧૨ કલાકનો સમય લાગતો હતો જે હવે ચાર થી પાંચ કલાકમાં કોઈ પણ ટ્રાફિક વિના, ઝડપથી પોતાના વાહન સાથે સેફટી સાથે પહોચી જઈશું. એક જ દિવસમાં ગામડે જઈ કામ પૂર્ણ કરીને સુરત પરત આવી જઈશું. આ ફેરી શરૂ કરવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે શ્રી નાકરાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

whatsapp banner 1

સૂરતી ભકિત શાહે વડાપ્રધાનશ્રી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા જૈનોનું પવિત્ર યાત્રાધામ જૈનતીર્થ પાલીતાણા ખાતે આવેલું છે. અમે વર્ષમાં અમે એકવાર પાલિતાણા દર્શન કરવા જઈ શકતા હતા. પરંતુ હવે મારી મમ્મી સાથે બાય કાર લઈને એકલી પણ ફેરી મારફતે દર્શન કરવા જઈ શકીશ અને સાંજે પરત પણ ફરી શકીશ.
સુરત ખાતે રહેતા વર્ષોથી સ્થાયી થયેલા રત્નકલાકાર અને મૂળ સૌરાષ્ટ્રના પાલિતાણાના ગણધોળ ગામના રહીશ ગીરીશભાઈ નાથાભાઈ વાઘેલાએ વડાપ્રધાનશ્રી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમે વર્ષમાં ચારથી પાંચ વાર અમારા વતન જઈએ છીએ. આ સુવિધા શરૂ થવાથી અમારા જેવા હજારો રત્નકલાકારો પોતાના વાહન સાથે સરળતાથી જઈ શકશે. જેના કારણે રોડ પરનું ભારણ ઘટવાની સાથે ટ્રાફિક સમસ્યા હળવી બનશે અને અકસ્માતોની સંખ્યા ઘટશે.