BJP President edited

Primary Educational Federation: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકા ટીમ પરિવાર દ્વારા ભાજપ પ્રમુખનું સન્માન.

Primary Educational Federation Jamnagar

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા (Primary Educational Federation)અને તાલુકા ટીમ પરિવાર દ્વારા જામનગર શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૫ માર્ચ:
આ મુલાકાત દરમિયાન વિમલભાઈ કગથરા અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ (Primary Educational Federation) જામનગર જિલ્લાના હોદ્દેદારઓ દ્વારા જામનગર જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ બાબતે ચર્ચા કરવામાં આવી, ચિંતન કરવામાં આવ્યું અને આવનારા સમયમાં બાળકના હિત માટે સૌ શિક્ષક મિત્રો સારી કામગીરી બજાવે એ બાબતની સંકલ્પના લેવામાં આવી.

ADVT Dental Titanium

આ શુભેચ્છા મુલાકાતમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર (Primary Educational Federation) જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ, મંત્રી નાથાભાઈ કરમુર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પંડ્યા, કોષા અધ્યક્ષ ભાવેશભાઈ ટાંક, સંગઠન મંત્રી પ્રભુભાઈ ચાવડા, જામનગર તાલુકા મંત્રી ધારસીભાઈ ગડારા, ઉપપ્રમુખ હેમંતભાઈ આંબલીયા, વગેરે શિક્ષકમિત્રો હાજર રહી, ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરાની મુલાકાત લેવામાં આવી હતી.

આ પણ વાંચો…નેહા શુક્લા (Neha shukla) મુદ્રા ગ્રુપ જામનગર દ્વારા શીવ ભક્તિમય નૃત્ય નાટિકા ચૌલદેવી