PM Sardar patel naman 145

પીએમ મોદીએ સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર સરદારની પ્રતિમાને નમન કર્યું.

નર્મદા, ૩૧ ઓક્ટોબર: સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહી તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું. હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Sardar Patel pushp varsha

તેના બાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. આ ક્ષણ દેશવાસીઓ માટે ખાસ બની રહી હતી. દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી.

PM Sardar

સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા બાદ પીએમ મોદી એક્તા પરેડ ગ્રાઉન્ડમાં આવ્યા હતા. તેઓએ એક્તા પરેડમાં તમામ લોકોને દેશની એક્તાના શપથ લેવડાવ્યા હતા. જ્યાં સુરક્ષાના વિવિધ ભાગનો જવાનોએ પરેડ કરી હતી. પોતાની શક્તિ તથા એક્તાનું પ્રદર્શન કર્યું હતુ.

whatsapp banner 1